ICC ODI Ranking : બહુ જલ્દી વન ડે રેન્કિંગમાંથી ઓસ્ટ્રેલિયાની બાહશાહત સમાપ્ત થશે, જાણો કેમ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મુકાબલો અને શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતની સ્થિતી વન ડે રેન્કિંગમાં મજબુત થઈ રહી છે. આ જ કારણ છે કે આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાનું વન ડે રેન્કિંગનું ટોપ સ્થાન ખતરામાં મુકાઈ શકે છે.

ભારત સિવાય આ રેસમાં પાકિસ્તાન પણ છે. હાલ ઓસ્ટ્રેલિયન ટીમ વન ડે રેન્કિંગમાં ટોપ પર છે પરંતુ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનના પ્રદર્શન બાદ આ સ્થિતી બદલાઈ શકે છે.

Australia

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની શરૂઆતમાં નંબર વન ટીમ બની રહે તેવી પુરી સંભાવના છે. આ ટીમ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં હારી છે પરંતુ સીરીઝની બાકીની બે મેચ જીતીને સીરીઝ જીતી શકે છે. આ પછી ટીમ ભારત સામેની શ્રેણી જીતી શકે છે.

દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની હારનો ફાયદો ભારત અને પાકિસ્તાનને થશે. વર્લ્ડ કપ પહેલા નંબર વન વનડે ટીમ નક્કી કરવામાં સૌથી મહત્વનો ફાળો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીનો રહેશે.

પાકિસ્તાન - ઓસ્ટ્રેલિયા બરાબર પોઈન્ટ 118

એશિયા કપમાં પાકિસ્તાન આગામી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચ જીતશે તો પાકિસ્તાન એશિયા કપની ફાઇનલમાં પહોંચશે. ફાઈનલમાં ભારત સામે જીત મેળવે તો વન ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કરી શકે છે. આ બે મેચ સિવાય પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચો રમવાની છે. જો કે આ મેચોની ICC રેન્કિંગ પર કોઈ અસર પડશે નહીં.
બીજી તરફ પાકિસ્તાનને ફાયદો થઈ શકે છે. જો પાકિસ્તાન ટીમ એશિયા કપ જીતે છે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને નજીકના માર્જિનથી હરાવશે તો પાકિસ્તાન વર્લ્ડ કપ પહેલા ટોપ વનડે ટીમ બની શકે છે.

ભારત - રેન્કિંગમાં ત્રીજા નંબરે અને 116 પોઈન્ટ

આઈસીસી રેન્કિંગના હાલ સૌથી વધુ મેચ રમેલી ટીમ ભારત છે. માત્ર નેપાળ અને UAE એ ભારત કરતાં વધુ મેચ રમી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી.

હવે ભારતે સુપર ફોરમાં આગામી મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે. આ પછી આ ટીમ એશિયા કપની ફાઈનલ પાકિસ્તાન અથવા શ્રીલંકા સાથે રમશે. ભારતે આ મહિને ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ત્રણ મેચની શ્રેણી પણ રમવાની છે. તેની આગામી પાંચ મેચ જીતીને ભારતીય ટીમ વન ડે વર્લ્ડ કપ પહેલા વિશ્વની ટોચની ટીમ બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X