ICC T20 Rankings: હાર્દિક પંડ્યા 7મા સ્થાને બરકરાર, જાણો કોણ છે નંબર વન
ICC T20 Rankings: ICCએ ગુરુવારના રોજ T20 ઈન્ટરનેશનલ ઓલરાઉન્ડરોની રેન્કિંગ જાહેર કરી છે. ભારતનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા T20I ઓલરાઉન્ડરોની ICC રેન્કિંગમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે.
આ સાથે જ શ્રીલંકાના સ્પિનરવાનિન્દુ હસરંગાએ બાંગ્લાદેશના શાકિબ અલ હસનની બરાબરી કરી લીધી છે. બંને ખેલાડીઓ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
ICC ઓલરાઉન્ડરોની તાજેતરની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા 185 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસથી સાતમા ક્રમે છે. હસરંગા એક સ્થાનની છલાંગ લગાવીને શાકિબ સાથે 228 પોઈન્ટ સાથે ટોચ પર છે.
તેના પછી અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી (218) અને ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા (210) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ (205) ટોપ-5માં યથાવત છે.

સૂર્યકુમાર યાદવની ખુરશી અકબંધ - બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતનો સૂર્યકુમાર યાદવ 861 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે, જ્યારે ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 802 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેના પછી પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન (781), બાબર આઝમ (761) અને પ્રોટીઝ બેટ્સમેન એડન માર્કરામ (755) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.
બોલરોમાં આદિલ રાશિદ ટોપ પર છે - ભારતનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 714 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ટી20 બોલરોની રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ (726 પોઈન્ટ) ટોચ પર છે. હસરંગા (687) બીજા ક્રમે અને વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈન (664) બીજા સ્થાને રહ્યા છે. ભારતનો અક્ષર પટેલ (660) ચોથા ક્રમે રહ્યો હતો. શ્રીલંકાના મહેશ તિક્ષાના 659 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.












Click it and Unblock the Notifications
