For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC Test Ranking: જો રૂટ અને એંડરસને મારી છલાંગ

ICC Test Ranking: જો રૂટ અને એંડરસને મારી છલાંગ

|
Google Oneindia Gujarati News

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે બેવડી સદી ફટકાર્યા બાદ આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે જ્યારે ભારતના કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટમાં 227 રનની હાર બાદ પાંચમા સ્થાને સરકી ગયા છે.

રૂટે પોતાની 100મી ટેસ્ટમાં ભારત સામે પહેલી ઈનિંગમાં 218 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં 40 રન બનાવ્યા.

ICC Test Ranking

કોહલીએ 11 અને 72નો સ્કોર બનાવ્યો. પરંતુ આ સ્ટેન્ડિંગમાં પોતાનું ચોથું સ્થાન બનાવી રાખવા માટે પૂરતા નહોતા કેમ કે તેઓ પાંચમા સ્થાને સરકી ગયા. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુસ્ચગને પણ એક સ્થાન સરકી ચોથા સ્થાને પહોંચી ગયા છે.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમને એક સ્થાનનો ફાયદો થયો છે અને તેઓએ છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું છે જ્યારે ચેતેશ્વર પુજારા એક સ્થાનના નુકસાન સાથે સાતમા નંબરે આવી ગયા છે. હેનરી નિકોલસ (8મા), બેન સ્ટોક્સ (9મા) અને ડિવિડ વોર્નર (10મા) ટૉપ 10માં છે. નંબર 1 પર કેન વિલિયમસન અને બે પર સ્ટીવ સ્મિથ છે. સતત સારું પ્રદર્શન કરી રહેલા રિષભ પંતને 13મું રેંકિંગ મળ્યું છે. શુભમન ગિલ સાત સ્થાન ઉપર આવીને 40મા સ્થાને પહોંચી ગયો છે.

IND vs ENG: ચેન્નઈમાં બીજી ટેસ્ટ પહેલાં ભારત સામે ચાર મુખ્ય સમસ્યાIND vs ENG: ચેન્નઈમાં બીજી ટેસ્ટ પહેલાં ભારત સામે ચાર મુખ્ય સમસ્યા

બોલિંગમાં ભારત સામે કમાલ કરનાર જેમ્સ એંડરસન ત્રણ સ્થાન ઉપર જઈ ત્રીજા નંબરે પહોંચી ગયા છે. એંડરસને ચેન્નઈમાં પાંચ વિકેટ ખેરવી હતી. ચેન્નઈમાં બીજી ઈનિંગમાં 6 વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને એક સ્થાન ઉપર આવી સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બુમરાહ 8મા સ્થાને છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC Test Ranking: joe root and james anderson benefited
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X