For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની દિગ્ગજનો દાવો, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને ભારત હારી જશે

પાકિસ્તાની દિગ્ગજનો દાવો, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને ભારત હારી જશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019 રોમાંચક વળાંક પર આવી ચૂક્યો છે. લીગની શરૂઆતમાં એટલો મેચોમાં નહોતો જોવા મળ્યો જેટલો તેની સમાપ્તિ પર જોવા મળી રહ્યો છે. સેમીફાઈનલની દોડ માટે જ્યાં ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ પહોંચતી જોવા મળી રહી છે ત્યારે ચોથી ટીમ કઈ રહેશે તેના પર જબરદસ્ત સસ્પેન્સ બન્યો છે. પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચોથું સ્થાન હાંસલ કરવા માટે ટક્કર છે. આ દરમિયાન એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો કે પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં ન પહોંચે તે માટે ભારતીય ટીમ બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ પોતાની મેચ જાણીજોઈને હારી જશે.

ભારત નહિ ઈચ્છે કે પાકિસ્તાન સેમીફાઈનલ રમે

ભારત નહિ ઈચ્છે કે પાકિસ્તાન સેમીફાઈનલ રમે

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવી 7 મેચમાં 7 અંક હાંસલ કરી લીધા છે. જો પાકિસ્તાન આગામી 2 મેચ જીતી લે છે અને ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશ પોતાની એક મેચ હારી જાય છે તો પાકિસ્તાનનું સેમીફાઈનલમાં પહોંચી જશે પરંતુ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિલ અલીએ કહ્યું કે બારત નહિ ઈચ્છે કે પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચે, આના માટે તેઓ બાંગ્લાદેશ સામે હારી જશે. બાસિતે પાકિસ્તાનના ARY ન્યૂજ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારતે અત્યાર સુધી માત્ર પાંચ મેચ રમી છે અને તેઓ ક્યારેય નહિ ઈચ્છે કે પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચે.

એવો મેચ રમશે કે ખબર જ નહિ પડે

એવો મેચ રમશે કે ખબર જ નહિ પડે

જ્યારે પત્રકારે તેમના આ જવાબ પર સવાલ કર્યો કે શું પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવા માટે ભારત પોતાની મેચ હારી જશે? જેના પર આસિફે કહ્યું કે તેમની આંખો પણ બટન છે. તેઓ એવી મેચ રમશે કે ખબર જ નહિ પડે. અફઘાનિસ્તાન વિરુદ્ધ શું થયું. ઓસ્ટ્રેલિયાને શું થયું, વૉર્નર ધીમે રમ્યા. 50 ઈન્ટરનેશનલ વનડે રમનાર બાસિત આટલાથી ન અટક્યા. તેમણે એમ પણ કહ્યું કે 1992માં ન્યૂઝીલેન્ડે પણ પાકિસ્તાનથી જાણીજોઈને હાર્યું હતું જેથી તેઓ સેમીફાઈનલમાં પોતાની ધરતી પર રમી શકે.

પાકિસ્તાનની ઉમ્મીદ જાગી છે

પાકિસ્તાનની ઉમ્મીદ જાગી છે

જણાવી દઈએ કે સરફરાઝ અહમદને એ સમયે આલોચનાઓનો શિકાર થવું પડ્યું હતું જ્યારે તેની ટીમ 16 જૂને મેનચેસ્ટરમાં ભારત સામે હારી ગઈ હતી. અટકળો લગાવવામાં આવી કે પાકિસ્તાન સેમીફાઈનલથી બહાર થઈ જશે પરંતુ આ ટીમે ભારત સામે હાર્યા બાદ પોતાની આગામી બે મેચ જીતી લીધી. જેમાં એક જીત સાઉથ આફ્રિકા અને બીજી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મળી હતી. હવે તેમની બચેલી આખરી બે લીગ મેચ અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ સાથે રમાનાર છે. જો પાકિસ્તાન આ મેચ જીતી જાય છે તો તેઓ સેમીફાઈનલમાં પહોંચી જશે પરંતુ આના માટે ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશે પોતાની એક-એક મેચ હારવી પડશે.

INDvsWI: વિંડીઝ સામે ભારતનો સામનો, જાણો કઈ ટીમનું પલડું ભારીINDvsWI: વિંડીઝ સામે ભારતનો સામનો, જાણો કઈ ટીમનું પલડું ભારી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World Cup 2019: pakistani expert says india will lose next two matches intentionally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X