ICC World Cup Winners List: અત્યાર સુધી કઈ ટીમ કેટલી વખત જીતી છે વર્લ્ડ કપ, હવે કોણ બની શકે છે ચેમ્પિયન?
ICC World Cup Winners List : ICC વન ડે વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુક્યું છે. ભારતની યજમાનીમાં 5 ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. જે મેચ બાદ નવો ચેમ્પિયન મળશે. આ વર્ષે યોજાનારા વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બને તેવી શક્યતા પ્રબળ છે.
આ વખતે ICC World Cup ટૂર્નામેન્ટ ભારત દ્વારા યોજાવાની છે, જેના કારણે ભારતને પણ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં વનડે વર્લ્ડ કપ રમશે.

આ દરમિયાન ટીમ ઈન્ડિયાની નજર 2011 પછીના ઈતિહાસના પુનરાવર્તન પર રહેશે. અત્રે નોંધનીય છે કે, 1975 થી 2019 સુધી ઘણી ટીમાએ વર્લ્ડ કપ ટ્રોફી કબ્જે કરી છે.
પહેલો વર્લ્ડ કપ 1975માં ઈંગ્લેન્ડમાં રમાયો હતો, જેમાં વેસ્ટ ઈન્ડિઝે જીત સાથે શરૂઆત કરી હતી, અને 48 વર્ષ બાદ આ વખતે વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં જોવા નહીં મળે.
આવી સ્થિતિમાં આ અહેવાલમાં આપણે જાણીશું કે, કયા દેશોએ વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે, અને કઈ ટીમે સૌથી વધુ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.
ICC World Cup Winners List : જાણો 1975 થી 2019 સુધી ક્યા દેશે વર્લ્ડ કપ ટ્રોફી જીતી
1975 - વેસ્ટ ઈન્ડિઝ
1979 - વેસ્ટ ઈન્ડિઝ
1983 - ભારત
1987 - ઓસ્ટ્રેલિયા
1992 - પાકિસ્તાન
1996 - શ્રીલંકા
1999 - ઓસ્ટ્રેલિયા
2003 -ઓસ્ટ્રેલિયા
2007 - ઓસ્ટ્રેલિયા
2011 - ભારત
2015 - ઓસ્ટ્રેલિયા
2019 - ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયાએ જીતી છે સૌથી વધુ વખત વર્લ્ડ કપ ટ્રોફી - અત્રે નોંધનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બે ટૂર્નામેન્ટ જીત સાથે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. જેમાં 1975 અને 1979માં પણ વેસ્ટ ઈન્ડિઝે ખિતાબ જીત્યો હતો.
આ સાથે પ્રથમ વખત વર્ષ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં અને બીજી વખત વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ભારતે પણ 1983 અને 2011માં ટ્રોફી જીતી છે.
ઓસ્ટ્રેલિયાએ 5 વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, જે અન્ય ટીમોમાં સૌથી વધુ છે. કાંગારૂ ટીમ 2 વખત રનર અપ ટીમ પણ રહી છે. આ સાથે પાકિસ્તાને 1992માં એક વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત ઈંગ્લેન્ડે 1 વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્ષ 2019માં ઈંગ્લેન્ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
ICC વર્લ્ડ કપ ક્યારે શરૂ થયો? - વર્લ્ડ કપની શરૂઆત 1975માં ઈંગ્લેન્ડે કરી હતી.
ICC વર્લ્ડ કપનું આયોજન કેટલા વર્ષમાં થાય છે? - વિશ્વ કપનું આયોજન દર ચાર વર્ષે થાય છે. છેલ્લી વખત ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન 2019માં થયું હતું, જેમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.
કયા દેશે પ્રથમ ICC વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું? - વેસ્ટ ઈન્ડિઝે 1975માં ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને પ્રથમ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
છેલ્લે કયા દેશે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી? - ઈંગ્લેન્ડે છેલ્લે 2019માં ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
ICC World Cup 2023 ની શરૂઆતની મેચ કઈ ટીમો સાથે થશે? - ICC વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરના રોજ રમાશે.
ICC વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતે કેટલી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? - ભારતીય ટીમે બે વખત ICC વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ટાઇટલ વર્ષ 1983 અને 2011માં જીત્યા હતા.
કઈ ટીમે સૌથી વધુ વખત ICC વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે? - ઓસ્ટ્રેલિયન ટીમ 5 વખત ICC વર્લ્ડ કપ ટાઈટલ જીતી ચુકી છે.












Click it and Unblock the Notifications
