જય શાહ ICC ચેરમેન બનશે તો BCCI ના ચેરમેન કોણ? જાણો લિસ્ટમાં કોના કોના નામ?
ભારતી ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન જય શાહ આગામી સમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC ના ચેરમેન બની શકે છે.
આ અહેવાલો બાદ હવે બીસીસીઆઈના નવા ચેરમેનને લઈને ચર્ચા શરૂ થઈ છે. અહીં એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જય શાહ બાદ તેની જગ્યા કોણ લેશે?

અહેવાલો અનુસાર, જય શાહને આઈસીસી બોર્ડના 16માંથી 15 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. જો કે બીસીસીઆઈના સેક્રેટરી તરીકેના તેમના બીજા કાર્યકાળમાં હજુ એક વર્ષ બાકી છે. હવે તેની પાસે નિર્ણય લેવા માટે 96 કલાકથી ઓછો સમય છે કે તે આગળ વધવા માંગે છે કે નહીં.
ICCના નવા અધ્યક્ષ 1 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડમાં પાછા ફરવા માટે ફરજિયાત ત્રણ વર્ષનો કુલિંગ ઑફ પીરિયડ શાહ માટે ઓક્ટોબર 2025માં તેમનો કાર્યકાળ પૂરો કર્યા પછી શરૂ થશે.
જો કે બીસીસીઆઈમાં જય શાહનું સ્થાન કોણ લેશે તેના પર એક મોટો પ્રશ્ન છે. તેઓ ખુદ કે તેમની નજીકના લોકોએ તેમની તાત્કાલિક યોજનાઓ જાહેર કરી નથી.
જય શાહ બાદ કોણ?
રાજીવ શુક્લા : સંભાવના છે કે BCCI હોદ્દાઓમાં ફેરબદલ કરે અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રહેલા વર્તમાન ઉપાધ્યક્ષ શુક્લાને એક વર્ષ માટે આ કામ કરવા માટે કહે. શુક્લાને સેક્રેટરી બનવામાં કોઈ વાંધો નથી, કારણ કે બીસીસીઆઈના ઉપાધ્યક્ષો રબર સ્ટેમ્પ જેવા હોય છે.
આશિષ શેલાર : ત્યારપછી મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા શેલાર છે, જેઓ BCCIના ખજાનચી છે અને MCA વહીવટમાં મોટું નામ છે. શેલાર એક ચતુર રાજકારણી છે અને બીસીસીઆઈ સેક્રેટરીનું પદ એ સમય માંગી લે તેવું કામ છે, જો કે, પ્રભાવશાળી નામ હોવાને કારણે તે આ પદ માટે પસંદ કરી શકાય છે.
અરુણ ધૂમલઃ IPL ચેરમેન પાસે બોર્ડ ચલાવવા માટે જરૂરી અનુભવ છે. તેઓ ટ્રેઝરર રહી ચૂક્યા છે અને હવે કેશ રિચ લીગના વડા છે. ધૂમલ અને શુક્લાનું સ્થાન બદલવું એ સૌથી સહેલો રસ્તો હોઈ શકે છે, પરંતુ ઘણીવાર બીસીસીઆઈ એવા નામો આગળ લાવે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકેNew layer...
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
