IND vs AFG : ભારતની શાનદાર બોલિંગ સામે અફઘાનિસ્તાન ઢેર, સુપર 8માં ભારતની પહેલી જીત
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલા T20 વર્લ્ડ કપના સુપર 8 મુકાબલામાં ભારતે તેની પહેલી જીત મેળવી લીધી છે. ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યુ.

ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની સુપર 8 સ્ટેજની મેચ બાર્બાડોસમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કર્યું.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાનો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો. તે 8 રન બનાવીને જતો રહ્યો.
રિષભ પંતે તેજ બેટિંગ કરી અને 11 બોલમાં 20 રનની ટૂંકી ઇનિંગ રમી. આ પછી સારી શરૂઆત કર્યા બાદ કોહલી 24 રન બનાવીને આઉટ થયો.
શિવમ દુબે પાસેથી અપેક્ષાઓ હતી પરંતુ તે 10 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો અને ચાલ્યો ગયો. મુશ્કેલ પરિસ્થિતિમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ સાથે મળીને ચાર્જ સંભાળ્યો.
બંનેએ તોફાની બેટિંગ કરી. સુર્યકુમાર યાદવે માત્ર 27 બોલનો સામનો કરીને તેણે ફિફ્ટી ફટકારી અને બાદમાં 53 રને આઉટ થયો.
સૂર્યા અને પંડ્યા વચ્ચે 60 રનની શાનદાર ભાગીદારી જોવા મળી. હાર્દિક પંડ્યાએ પણ ઝડપી બેટિંગ કરી હતી પરંતુ તે 24 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો.
બીજી ઇનિંગ્સમાં અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી. ગુરબાઝ 12 રનના અંગત સ્કોર પર બુમરાહનો શિકાર બન્યો. આ પછી વધુ બે વિકેટ પડી. પાવરપ્લેમાં અફઘાનિસ્તાને 3 વિકેટ ગુમાવી દીધી.
ગુલબદીન અને અઝમતુલ્લાએ સ્કોરને 50ની પાર પહોંચાડ્યો. દરમિયાન ગુલબદીન 17 રન અને અઝમતુલ્લાહ 26 રન બનાવીને આઉટ થયા. નજીબુલ્લાહ ક્રિઝ પર સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ રોહિતે બુમરાહને બોલાવ્યો અને બેટ્સમેન 19 રન બનાવીને આઉટ થયો.
આ પછી નબીને કુલદીપ યાદવે 14ના અંગત સ્કોર પર પરત મોકલ્યો. અહીંથી અફઘાનિસ્તાનનો રસ્તો મુશ્કેલ બની ગયો. આખરે અફઘાન ટીમ 134 રનમાં આઉટ થઈ ગઈ અને ભારતે મેચ જીતી લીધી. બુમરાહે 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય અર્શદીપે પણ 3 અને કુલદીપ યાદવને 3 વિકેટ મળી.












Click it and Unblock the Notifications
