For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીતી ભારતને બેટીંગ કરવા આપ્યુ આમંત્રણ, ભારતે ટીમમાં કર્યા આ બદલાવ

એશિયા કપ 2022માં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો આજે પહેલીવાર આમને-સામને છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્

|
Google Oneindia Gujarati News

એશિયા કપ 2022માં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો આજે પહેલીવાર આમને-સામને છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે રોહિત શર્માએ આરામ કર્યો છે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ છેલ્લી મેચ છે, આ સાથે જ તેમની સફરનો અંત આવશે. બુધવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું. આજની મેચ બંને ટીમો માટે માત્ર ઔપચારિકતા છે. બંને ટીમો પોતાની સફર જીત સાથે સમાપ્ત કરવા માંગે છે.

Cricket

ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અમે એક બેટિંગ યુનિટ તરીકે પોતાને પડકારવા માંગીએ છીએ. તેણે કહ્યું કે નિયમિત કેપ્ટન રોહિત શર્માએ બ્રેક લીધો છે. આ સ્થિતિમાં બેક ટુ બેક રમવું સરળ નથી. યુઝવેન્દ્ર ચહલ, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ દીપક ચહર, દિનેશ કાર્તિક અને અક્ષર પટેલને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યા છે. અમે T20 વર્લ્ડ કપ અનુસાર પ્રયોગ કરી રહ્યા છીએ. વર્લ્ડ કપ પહેલાની આ ટુર્નામેન્ટે આપણને ઘણું શીખવ્યું છે. હાર બાદ પણ અમે ઘણી વસ્તુઓ શીખ્યા છીએ. અમે અહીં વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છીએ.

ભારતની પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (Wk), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ

અફઘાનિસ્તાનની પ્લેઇંગ 11: હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (wk), ઈબ્રાહિમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી (c), કરીમ જનાત, રશીદ ખાન, અજમતુલ્લા ઓમરઝાઈ, મુજીબ ઉર રહેમાન, ફરીદ અહેમદ મલિક, ફઝલહક ફારૂકી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AFG: Afghanistan won the toss and invited India to bat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X