For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS, 1st ODI: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, લાઈવ સ્ટ્રીમિંગ અને મેચ ટાઈમિંગ

IND vs AUS, 1st ODI: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, લાઈવ સ્ટ્રીમિંગ અને મેચ ટાઈમિંગ

|
Google Oneindia Gujarati News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વનડે મેચ કાલેથી એઠલે કે 27 નવેમ્બરેથી શરૂ થઈ રહી છે. કોરોના કામાં આ ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય સીરીઝ છે. આમ તો સારી બાબત છે કે તમામ ભારતીય ખેલાડીઓ આઈપીએલ રમીને આવી રહ્યા છે, તેથી ઈન્ટરનેશનલ મેચ પહેલાં તેમને પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે.

ind vs aus 2020-21

પરંતુ આ પ્રવાસ દરમ્યાન રોહિત શર્માની અનુપસ્થિતિ ભારતને નડશે. આ ઉપરાંત બાકી ટીમ પૂરી શક્તિ સાથે રમશે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપી દીધી છે.

આ ભારતની કોરોનાકાળમાં પહેલી અને કાંગારુઓની બીજી સીરીઝ છે કેમ કે અગાઉ તેઓ ઈંગ્લેન્ડમાં સીમિત ઓરની સીરિઝ રમી ચૂક્યા છે. એરોન ફિંચ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે.

ભારતે જ્યારે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝ રમી હતી ત્યારે કાંગારુઓને 2-1થી ત્રણ મેચની સીરીઝ જીતવામાં સફળતા મળી હતી.

પ્લેઈંગ ઈલેવન- ભારત

રોહિત શર્માની ગેરહાજરીમાં મયંક અગ્રવાલ અને શિખર ધવન ઓપનિંગ કરી શકે છે કેમ કે કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડી મિડલ ઓર્ડરમાં મજબૂત બેટિંગ ઓર્ડરનું નિર્માણ કરી શકે છે.

હાર્દિક પંડ્યા પર નજર રહેશે જે ઈજા બાદ ઈન્ટરનેશનલ લેવલ પર વાપસી કરી રહ્યા છે. આઈપીએલમાં હાર્દિક પંડ્યાએ બોલિંગ નહોતી કરી. ત્યારે ઓસ્ટ્રેલિયા સામે હાર્દિક પંડ્યા પેસ અટેક કરે છે કે કેમ તે જોવાનું રહેશે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળતી જોવા મળી રહી છે.

બુમરાહ, શમીની હાજરી વચ્ચે શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીમાં ત્રીજા પેસરની રેસ રહેશે જ્યારે સ્પિનર તરીકે ચહલ રમશે.

ભારતીય ટીમ- મયંક અગ્રવાલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/ નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, અને જસપ્રીત બુમરાહ.

વેધર રિપોર્ટ

આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે, 24 ડિગ્રી તાપમાન સાથે મોસમ પણ સારું રહેશે, વરસાદની આશંકા બહુ ઓછી છે.

IND vs AUS 2020-21: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું આખું શેડ્યૂઅલIND vs AUS 2020-21: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું આખું શેડ્યૂઅલ

પિચ રિપોર્ટ

પિચની વાત કરીએ તો આ બેટિંગ અને બોલિંગ બંને માટે સપોર્ટિંગ છે. ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે સ્પિનરની સરખામણીએ પેસર વધુ સફ રહે છે પરંતુ સિડનીમાં થોડો ટર્ન જોવા મળી શકે છે. બેટ્સમેને સેટલ થવા માટે થોડો સમય લેવો પડશે. અહીં 260-270નો સ્કોર શ્રેષ્ઠ છે.

IND VS AUS LIVE STREAMING

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ સીરીઝનું લાઈવ સ્ટ્રિમિંગ સોની લિવ પર થશે અને જો ટીવીમાં મેચ જોવા માંગતા હોવ તો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનું ટેલિકાસ્ટ થશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind vs AUs Playing Xi, weather and pitch report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X