IND vs AUS: બીજી ટી20માં વરસાદનું વિઘ્ન, મેચ રદ

IND vs AUS: બીજી ટી20માં વરસાદનું વિઘ્ન, મેચ રદ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝ ચાલી રહી છે. પહેલી ટી20 સિરીઝમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી ટી20 મેચમાં ભારતીય બોલર્સ ઓન ફાયર હતા, ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 19 ઓવરમાં માત્ર 132 રન આપીને 7 વિકેટ ખેરવી લીધી હતી પણ 20મી ઓવર ચાલુ થાય તે પહેલા જ વરસાદ ખાબકી પડ્યો હતો. જેને પગલે મેચ 19 ઓવરની કરી દેવામાં આવી હતી.

rain

વરસાદ બંધ થવાનું નામ ન લેતાં આખરે મેચ જ રદ કરી દેવી પડી, જેને કારણે ભારતને એક ફટકો પડ્યો છે. કલ 3 ટી20 મેચની સિરીઝ જીતવી હવે શક્ય નથી પણ ડ્રો માટે ભારતીય ટીમે આગામી મેચ જીતવી અતિ મહત્વની છે જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ આગામી મેચ જીતીને સિરીઝ પર કબ્જો જમાવવાનો લક્ષ્ય રાખશે. જણાવી દઈએ કે આજની મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બેન મેક્ડરમોટે (32) કર્યા હતા.

ભારતીય બોલર્સનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ખલીલ અહમદે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી, કુલદીપ યાદવે પણ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ ઝડપી હતી તથા કૃણાલ પાંડ્યાએ પણ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જણાવી દઈએ કે આજની મેચમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો, બિલી સ્ટેનલેક ઘાયલ થઈ જતાં તેની જગ્યાએ નથન કુલ્ટર નીલને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી.

આ પણ વાંચો- ભારતમાં સુપારી સ્મગલિંગ આરોપમાં ફસાયા સનથ જયસૂર્યા, મુંબઈમાં પુછપરછ થઇ શકે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X