For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સુપારી સ્મગલિંગ આરોપમાં ફસાયા સનથ જયસૂર્યા, મુંબઈમાં પુછપરછ થઇ શકે

હાલમાં અને પહેલા પણ શ્રીલંકા ક્રિકેટરોના નામ કોઈને કોઈ વિવાદમાં આવતા રહ્યા છે. શ્રીલંકા ક્રિકેટના પૂર્વ કપ્તાન સનથ જયસૂર્યા પર પણ આરોપો લાગી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં અને પહેલા પણ શ્રીલંકા ક્રિકેટરોના નામ કોઈને કોઈ વિવાદમાં આવતા રહ્યા છે. શ્રીલંકા ક્રિકેટના પૂર્વ કપ્તાન સનથ જયસૂર્યા પર પણ આરોપો લાગી રહ્યા છે. સનથ જયસૂર્યા પર હાલમાં એક નવો આરોપ લાગ્યો છે. સનથ જયસૂર્યા વિરુદ્ધ ભારતમાં સડી સુપારી સ્મગલિંગ કરવાનો આરોપ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના આ ક્રિકેટરે ફિક્સિંગની વાત કબૂલ કરી, માફી પણ માંગી

ખરેખર સરકારી વિભાગે નાગપુરમાં કરોડો રૂપિયાની સડી સોપારી જપ્ત કરી. આ મામલે વેપારીની પૂછપરછ કરવામાં સનથ જયસૂર્યાનું નામ સામે આવ્યું. આપને જણાવી દઈએ કે આ મામલે સનથ જયસૂર્યા સાથે બીજા પણ બે ખેલાડીઓનું નામ સામે આવ્યું છે. પરંતુ હજુ સુધી તેમના નામોનો ખુલાસો નથી થઇ શક્યો.

સનથ જયસૂર્યાને પૂછપરછ માટે મુંબઈ બોલાવ્યો

સનથ જયસૂર્યાને પૂછપરછ માટે મુંબઈ બોલાવ્યો

મામલે પકડમાં આવતાની સાથે જ નાગપુર ડારેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ઘ્વારા સનથ જયસૂર્યાને પૂછપરછ માટે મુંબઈ બોલાવ્યો છે. આ મામલે બીજા બે ક્રિકેટરોની પૂછપરછ માટે તેમને બે ડિસેમ્બરે સમન્સ મોકલવામાં આવશે. આ મામલે શ્રીલંકાની સરકારને પણ પત્ર મોકલવામાં આવ્યો છે.

કંપનીઓ બનાવે છે

કંપનીઓ બનાવે છે

વિભાગના એક અધિકારીએ શ્રીલંકન ખેલાડીઓના ગોરખધંધા વિશે વધારે માહિતી આપતા જણાવ્યું કે ખેલાડીઓ શ્રીલંકા સરકારની મદદ ઘ્વારા વેપારના લાઇસેંસ માટે નકલી કંપનીઓ બનાવે છે. ત્યારપછી તેઓ ઇન્ડોનેશિયાથી સોપારી લઈને ભારતીય વેપારીઓને સસ્તા ભાવે તે ઉપલબ્ધ કરાવે છે.

લાલચ જવાબદાર

લાલચ જવાબદાર

અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે જો ભારતીય વેપારીઓ સીધા ઇન્ડોનેશિયાથી સોપારી મંગાવે તો તેમને 108 ટકાની ભારે ડ્યુટી આપવી પડે છે. જયારે શ્રીલંકાથી આ પ્રકારની કોઈ જ ડ્યુટી નથી લાગતી. જેનો ફાયદો ઉઠાવીને શ્રીલંકાના કેટલાક વેપારીઓ પહેલા ઇન્ડોનેશિયાથી સોપારી મંગાવે છે, ત્યારપછી તેને તેઓ ભારત મોકલી આપે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sanath jayasuriya accused smuggling rotten betel nut india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X