IND vs AUS : મેક્સવેલની શાનદાર સદી સાથે ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા T20 સિરીઝના ત્રીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ધમાકેદાર મુકાબલાને જીતી લીધો છે.

ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને ફરી એક વખત 200 પારનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.

IND vs AUS

ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી. ભારત માટે યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન માત્ર 24 રનના સ્કોર પર પેલેવિયન પરત ફર્યા. આ પછી ફરી એક વખત ઋતુરાજ ગાયકવાડ અને સુર્યકુમાર યાદવે બાજી સંભાળી.

મુશ્કેલીમાં મુકાયેલા ભારતને ઉગારતમાં સુર્યકુમાર યાદવ અને ઋતુરાજ ગાયકવાડે 57 રન જોડ્યા અને મેચને પોતાની ફેવરમાં લઈ લીધો. સુર્યકુમાર યાદવે મહત્વની 39 રનની ઈનિંગ રમી તો ઋતુરાજ ગાયકવાડ સદી સાથે નોટઆઉટ પેવેલિયન પરત ફર્યો.

ગાયકવાડે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 7 સિક્સરની મદદથી 123 રનની ઇનિંગ રમી. આ રન ગાયકવાડે માત્ર 57 બોલમાં ફટકાર્યા.

અંતિમ ઓવરોમાં તિલક વર્માએ ઋતુરાજ ગાયકવાડને સારો સાથ આપ્યો અને 31 રનની ઈનિંગ રમી. આમ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે આ રન માત્ર 3 વિકેટ ગુમાવીને બનાવ્યા.

અંતિમ ઓવરોમાં તિલક વર્માએ ઋતુરાજ ગાયકવાડને સારો સાથ આપ્યો અને 31 રનની ઈનિંગ રમી. આમ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે આ રન માત્ર 3 વિકેટ ગુમાવીને બનાવ્યા.

બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી પરંતુ વચ્ચેની ઓવરોમાં વિકેટો પડતી રહી. એક સમયે લાગી રહ્યું હતું કે ભારત આશાનીથી મેચ જીતી લેશે પરંતુ મેક્સવેલ ફરી એક વખત ફિનિશર સાબિત થયો. મેક્સવેલે પોતાની શાનદાર સદી ફટકારી અને અંતિમ બોલ સુધી ઉભો રહ્યો અને ઓસ્ટ્રેલિયાને જીતાડીને પેવેલિયત પરત ફર્યો.

આ શાનદાર મુકાબલામાં મેક્સવેલે 48 બોલમાં 104 રનની ઈનિંગ રમી. આ સિવાય ટ્રેવિસ હેટ અને મેથ્યુ વેડે 35 અને 28 રનની નોંધપાત્ર ઈનિંહ રમી. આ ઓસ્ટ્રેલિયાએ મુકાબલો 5 વિકેટે જીતી લીધો. આ જીત સાથે સિરીઝમાં 2-1 થી હજુ પણ ભારત આગળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X