IND vs AUS: રાજકોટમાં ચોરાયો કેપ્ટન રોહિત શર્માનો iPhone
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી ODI મેચ રમાશે, આજની મેચ ગુજરાતના રાજકોટ શહેરમાં રમાવાની છે, પરંતુ મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમના કેપ્ટનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાઈ ગયો હતો.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાજકોટમાં ત્રીજી મેચ પહેલા કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાઈ જતા ચાહકોને આશ્ચર્ય થયું હતું.

સમાચાર આવ્યા છે કે, જ્યારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી, અને બાદમાં જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, ત્યારે આઈફોન ચોરાઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાઈ ગયો હતો. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, આ હાર છતાં ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી છે.
રોહિતે બનાવ્યા સૌથી વધુ રન - ત્રીજી મેચમાં ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 57 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી.
આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી પણ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. કેએલ રાહુલ સ્પિનર્સ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
