For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: બીજી ટેસ્ટ મેચ પહેલાં વીવીએસ લક્ષ્મણે ભારતીય ટીમને ખાસ સલાહ આપી

IND vs AUS: બીજી ટેસ્ટ મેચ પહેલાં વીવીએસ લક્ષ્મણે ભારતીય ટીમને ખાસ સલાહ આપી

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ રમાવવા જઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતની કરારી હાર આપી હતી. ભારતીય ટીમ બીજી ટેસ્ટ માટે તૈયાર છે, પરંતુ ભારતીય બેટ્સમેનોએ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રિકેટ નિષ્ણાંતો ભારતીય ટીમને વિવિધ પ્રકારની સલાહ આપી રહ્યા છે. પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણ પણ આમાં સામેલ છે. તેમણે ભારતીય ટીમનો પ્રચાર કરતાં એક સલાહ આપી છે.

vvs laxaman

પાછલી હાર ભૂલવી ના જોઈએ

વીવીએસ લક્ષ્મણે કહ્યું કે ભારતીય ટીમે પાછલી હારથી આગળ વધી એક નવી શરૂઆત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, એક મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય ટીમ ખરાબ નથી થઈ જતી. તેમણે આગળ કહ્યુ્ં કે, ભારતીય ટીમે પાછલી મેચ ભૂલવી ના જોઈએ. કેમ કે આ તમને શ્રેષ્ઠ કરવા માટે પ્રેરિત કરશે. હવે તેમણે આગલી મેચ માટે પૂરી રીતે કેન્દ્રિત થવું જોઈએ. ભારતીય ટીમ માટે આ એક પરીક્ષા હશે.

વીવીએસ લક્ષ્મણે એક અંગ્રેજી સમાચારમાં એક કૉલમમાં કહ્યું, હું ટીમના પ્રદર્શન વિશે કંઈ નવું નહિ કહું, કેમ કે ઘણા લોકોએ પહેલેથી જ આના પર ટિપ્પણી કરી છે. પ્રદર્શન નિરાશાજનક હતું તે આપણે ભૂલવું ના જોઈએ. એડિલેડને પાછળ છોડવા અને મેલબોર્નમાં નવેસરથી શરૂઆત કરવાનો સમય આવી ગયો છે.

ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર

જણાવી દઈએ કે ભારતીય ટીમે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં 36 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં ભારતીય ટીમના ઈતિહાસમાં આ સૌથી ઓછો સ્કોર હતો. જે બાદ, ભારતીય ટીમ એક નવી રણનીતિ સાથે નવા કેપ્ટન સાથે બીજી મેચમાં પ્રવેશ કરશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ મેચમાં ભારતીય ટીમ માટે પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ થશે. કેએલ રાહુલ, ઋષભ પંત અને શુભમન ગિલને આ મેચમાં મોકો મળી શકે છે.

ભારતના કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ બાદ ભારત આવી ગયા છે. માટે તેઓ બાકીની મેચમાં પણ ભારતીય ટીમનું નેતૃત્વ નહિ કરે. તેમની જગ્યાએ અજિંક્ય રહાણે ભારતીય ટીમની આગેવાની કરતા જોવા મળશે. આ દરમ્યાન મોહમ્મદ શમી બીજી ઈનિંગમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ જતાં ટેસ્ટ સીરીઝથી બહાર કરી દેવામાં આવ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS: VVS Laxman gives special advice to Indian team before second Test match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X