IND vs BAN : બીજી વનડેમાં પણ ભારત હાર્યું, બાંગ્લાદેશે સિરિઝ પર કર્યો કબ્જો
IND vs BAN : મીરપુરમાં રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2જી વનડે મેચ રમાઇ હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં કારમી હારનો સામનો કર્યો છે. બીજી મેચમાં બાંગ્લાદેશની ટીમે ભારતીય ટીમને 5 રનથી હરાવી હતી.
IND vs BAN : મીરપુરમાં રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2જી વનડે મેચ રમાઇ હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં કારમી હારનો સામનો કર્યો છે. બીજી મેચમાં બાંગ્લાદેશની ટીમે ભારતીય ટીમને 5 રનથી હરાવી હતી. આ સાથે બાંગ્લાદેશે સિરિઝ પર પણ કબ્જો કર્યો છે. ત્રણ મેચની સિરિઝમાંથી 2-0 બાંગ્લાદેશ આગળ છે. હવે એક મેચ બાકી છે. જે મેચમાં ભારત પોતાની લાજ બચાવવા માટે અને બાંગ્લાદેશ વ્હાઇટ વોશ કરવા મેદાનમાં ઉતરશે.
ટીમ ઈન્ડિયા બીજી વન-ડેમાં પણ હાર્યું
બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા અને ભારત સામે જીત માટે 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 266 રન જ બનાવી શકી હતી. આ સાથે બાંગ્લાદેશે મેચ અને શ્રેણી બંને જીતી લીધી હતી. ત્રીજી વનડે 10 ડિસેમ્બરના રોજ ચટગાંવમાં રમાશે. આ મેચમાં મેહિદી હસન મિરાજે અણનમ 100 અને મહમુદુલ્લાહ 77 રન બનાવીને 165 બોલમાં 148 રનની શાનદાર ભાગીદારી કરીને બાંગ્લાદેશને ભારતને 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
બોલરોનું પ્રદર્શન
બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ ઝડપી હતી. આવા સમયે મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે બે-બે વિકેટ લીધી હતી. મેહિદી હસન મિરાજ અને મહમુદુલ્લાહ (77) એ ઉમરાન મલિક દ્વારા 165 બોલમાં 148 રનની શાનદાર ભાગીદારી તોડવામાં આવી હતી, જ્યારે મહમુદુલ્લાહ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બાંગ્લાદેશને 46.1 ઓવરમાં 217 રન પર સાતમી વિકેટ પડી હતી.
મેહિદી હસન ભારે પડ્યો
મેહિદી અને નસુમ અહેમદે છેલ્લી કેટલીક ઓવરોમાં જોરદાર બેટિંગ કરી હતી. મેહિદીએ પોતાની પ્રથમ સદી 83 બોલમાં પૂરી કરી હતી. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. મેહદીએ 83 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા અને અહેમદ 11 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા બાદ પણ અણનમ રહ્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો