Ind vs Ban, Rohit Sharma: રોહિત શર્માના ડ્રિંક પીધા બાદ ધડાધડ પડી બાંગ્લાદેશની વિકેટો, જાણો શું છે હકીકત
Ind vs Ban, Rohit Sharma: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપની મેચ પૂણેમાં યોજાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને તે સાચો સાબિત થયો હતો. બાંગ્લાદેશના ઓપનર બેટ્સમેનોએ ભારતીય બોલરોનો શાનદાર સામનો કર્યો હતો.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસ અને તંજીદ ઓપનિંગ કરવા આવ્યા હતા. પ્રથમ પાંચ ઓવરમાં ધીમી બેટિંગ કર્યા બાદ બંનેએ હાથ ખોલીને પૂરા જોશમાં શોટ ફટકાર્યા હતા. રોહિત શર્મા માટે આ બંનેની પાર્ટનરશીપ તોડવી મુશ્કેલ બની ગઈ હતી.

બાંગ્લાદેશે 14 ઓવરમાં કોઈપણ નુકસાન વગર 90 રન બનાવ્યા હતા. જે બાદ ડ્રિંકનો સમય હતો અને અહીંથી રમત બદલાઈ ગઈ હતી.
રોહિત શર્માએ ટીમના તમામ ખેલાડીઓ સાથે ગ્રુપમાં વાત કરી હતી. રોહિત શર્માએ ટીમને પોતાની રણનીતિ સમજાવી હતી. ભારતીય કેપ્ટને તમામ ખેલાડીઓને એક કરતા કંઈક ચર્ચા કરી હતી.
રોહિતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું અને આ પ્રેરણા પણ કામ કરી ગઈ હતી. ડ્રિંક બ્રેક બાદ તરત જ કુલદીપ યાદવ બોલિંગ કરવા આવ્યો હતો, અને વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. કુલદીપે તંજીદને એલબી આઉટ કર્યો, જેણે ફિફ્ટી ફટકારી હતી.
તંજીદના આઉટ થયા બાદ વિકેટ લેવાનો માર્ગ ખુલ્યો, વધુ એક વિકેટ મળી. આ વખતે રવિન્દ્ર જાડેજાએ પોતાના સ્પિન જાદુનો ઉપયોગ કર્યો અને કેપ્ટન નઝમુલ શાંતોને આઉટ કર્યો હતો. એલબીડબલ્યુ આઉટ થયા બાદ શાંતો પણ વોકઆઉટ થયો હતો, બાદમાં સિરાજે મેહદીને આઉટ કર્યો હતો, અને પછી જાડેજાએ બીજી વિકેટ લીધી અને ફિફ્ટી ફટકારનારા લિટન દાસને આઉટ કર્યો હતો.
શાકિબ અલ હસન સંપૂર્ણ રીતે ફિટ ન હોવાના કારણે આ મેચમાં નથી રમી રહ્યો. તેની જગ્યાએ શાંતો કેપ્ટનશીપ કરી રહ્યો છે. શાકિબની ગેરહાજરીથી બાંગ્લાદેશને ચોક્કસપણે ફટકો પડ્યો હશે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી મેચના 11 ખેલાડીઓ રમી રહ્યા છે.












Click it and Unblock the Notifications
