IND vs ENG 1st T20 Preview: હાઈ-વોલ્ટેજ સીરિઝની પહેલી મેચ, રોમાંચક થશે મુકાબલો

IND vs ENG 1st T20 Preview: હાઈ-વોલ્ટેજ સીરિઝની પહેલી મેચ, રોમાંચક થશે મુકાબલો

આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી20 મેચની વાત કરીએ છીએ ત્યારે દુનિયાભરમાં રમાઈ રહેલી T20 પર આપણું ધ્યાન જાય છે જ્યાં વિશ્વ સ્તરના ખેલાડીઓનો જમાવડો હોય છે. હવે ફરી એકવાર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટૉપ ક્લાસ ખેલાડીઓને જોઈ શકાશે. 12 માર્ચથી એટલે કે આજથી અમદાવાદમાં ભારતીય ટીમ રમવા ઉતરશે. અહીં પાંચ ટી20 મેચની સિરીઝ રમાશે.

ind vs eng

ભારતીય ટીમમાં રવિંદ્ર જાડેજા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ જેવા ધુરંધર નહિ હોય પરંતુ છતાં પણ ટીમ મજબૂત છે અને ઈંગ્લેન્ડની ટીમ પણ પૂરી તાકાત સાથે મેદાન પર છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે જ્યારે પાછલી બે ટી20 સિરીઝ રમી હતી તો ટીમ ઈન્ડિયાને 2-0થી જીત હાંસલ થઈ હતી. ભારતને ટી20માં અંતિમ સીરિઝ હાર 2019ની શરૂઆતમાં મળી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 2-0થી માત આપી હતી.

આ વખતે બંને જ ટીમ પાસે સારા ખેલાડીઓ છે અને આપણે તેમનાથી શ્રેષ્ઠ પ્રદર્શનની ઉમ્મીદ કરીએ છીએ. આ બહુ ટક્કરની પાંચ મેચની સિરીઝ સાબિત થવા જનાર છે.

ભારતની ટીમમાં કેએલ રાહુલ અને રોહિત શર્મા જ ઓપનિંગ જોડીદાર તરીકે રમવા ઉતરશે કેમ કે વિરાટ કોહલી પહેલેથી જ કહી ચૂક્યા છે કે શિખર ધવન ત્રીજા ઓપનર તરીકે હાજર રહેશે. ઋષભ પંતે ટીમમાં પોતાની જગ્યા હાંસલ કરી લીધી છે અને હવે નંબર 4 પ્લૉટ માટે શ્રેયસ અય્યર અથવા સૂર્યકુમાર યાદવ વચેચો ટક્કર જોવા મળશે. બોલિંગની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી પોતાની ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા છે અને રાહુલ તેવતિયાની ઉપલબ્ધતા પર પણ શંકા છે.

વૉશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલ સ્પિન જોડી તરીકે હશે પરંતુ ભારત અક્ષર પટેલને રમાડવા માંગશે આવું કરવાથી ટીમ પાસે એક મજબૂત સ્પિન અટેક હશે. બીજી તરફ ટી નટરાજન થોડી ઈજાને કારણે આ મેચનો ભાગ બની શકે તેના પર શંકા છે જેથી શાર્દુલ ઠાકુર, દીપક ચાહર અને નવદીપ સૈનીમાં ટક્કર જોવા મળશે જ્યારે ભુવનેશ્વર કુમારનું રમવું લગભગ ફાઈનલ છે. જ્યાં સુધી ઈંગ્લેન્ડની ટીમની વાત છે તે પોતાની બેસ્ટ ઈલેવન સાથે ઓપનિંગ મેચ રમવા ઉતરશે. જેસન રૉય અને જોસ બટલર ઓપનિંગમાં આવશે જ્યારે ડેવિલડ મલાન અને જૉની બેયરસ્ટો ત્રીજા અને ચોથા નંબરે ઉતરશે. સેમ અને ટોમ કરનમાં કોણ રમશે તે જોવું રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X