IND vs ENG 2nd Test: આવી હોય શકે ભારતની પ્લેઈંગ ઈલેવન
IND vs ENG 2nd Test: આવી હોય શકે ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારતીય ક્રિકેટ ટીમ ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી ટેસ્ટ હાર્યા બાદ હવે બીજી ટેસ્ટમાં જીતની તલાશમાં રહેશે. ફરી એકવાર ચેન્નઈમાં મુકાબલો થશે. પહેલી મેચમાં ઈંગ્લેન્ડના બોલરનો દબદબો રહ્યો. ચેન્નઈનું મેદાન સ્પિન બોલર માટે પ્રસિદ્ધ છે. પરંતુ પહેલી મેચમાં ઈંગ્લેન્ડના સ્પિન બોલરની સાથે પેસરે પણ સારી બોલિંગ કરી. જો કે ભારતીય બોલરની નિષ્ફળતાના કારણે ભારતીય ટીમ 1-0થી પાછળ રહી ગઈ. આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમમાં જેમ્સ એંડરસન, ડોમ બેસ, જોફ્રા આર્ચર સામેલ હતા, જેમણે શાનદાર બોલિંગ કરી.

શું બીજી ટેસ્ટમાં ટૉસ નિર્ણાયક રહેશે?
13 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં બીજો મુકાબલો રમાશે. પહેલી ટેસ્ટને જોતાં સ્પષ્ટ છે કે આ મેદાન પર ચોથી ઈનિંગમાં બેટિંગ કરવી મુશ્કેલ છે. ટૉસ જીતનાર ટીમ પહેલાં બેટિંગ કરશે. તેમની પાસે મેચ જીતવાનો મોકો હોય શકે છે. જો કે ભૂલવું ના જોઈએ કે ભારતીય ટીમે 2008માં આ મેદાન પર ચોથી ઈનિંગમાં 387 રનનો ટાર્ગેટ હાંસલ કરી જીત મેળવી હતી.
મુકાબલા માટે ઈંગ્લેન્ડે એક દિવસ પહેલા 4 બદલાવ કર્યા છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ બદલાવ જોવા મળે તે નક્કી છે. પહેલી ટેસ્ટમાં કુલદીપ યાદવને મોકો નહોતો અપાયો. તેમની જગ્યાએ શાહબાજ નદીમને રાખવામાં આવ્યા હતા જેઓ ખુબ મોંઘા સાબિત થયા હતા. જો કે 4 વિકેટ લઈ શક્યા હતા. એવામાં પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ ઉપર કુલદીપને મોકો આપવાનું દબાણ હશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન અને કોચે પહેલે જ સ્પષ્ટ કરી દીધું કે બીજી ટેસ્ટ મેચમાં થોડા બદલાવ જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડની ટીમના પેસર જોફ્રા આર્ચર પહેલેથી જ બહાર થઈ ગયા છે.
આવી હોય શકે ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ.












Click it and Unblock the Notifications
