IND Vs ENG : અક્ષર પટેલ - મહોમ્મદ સિરાજનો તરખાટ, ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટ પડી

IND Vs ENG : અક્ષર પટેલ - મહોમ્મદ સિરાજનો તરખાટ, ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટ પડી

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મૅચ આજથી શરૂ થઈ છે. ઇંગ્લૅન્ડની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પણ એ તેને ફળ્યો નથી. મૅચની શરૂઆતમાં જ અક્ષર પટેલ અને મહોમ્મદ સિરાજે ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટ ખેરવી દીધી છે.

અક્ષર પટેલે ઓપનરને તરત આઉટ કરી દીધા બાદ સિરાજે કૅપ્ટન જો રૂટની મહત્ત્વની વિકેટ ઝડપી લીધી છે.

મૅચની લાઇવ અપડેટ તમે અહીં જોઈ શકો છો.

ભારત 4 ટેસ્ટ મૅચની સીરિઝમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમવા માટે ભારતે આ ટેસ્ટ મૅચમાં જીતવું અથવા ડ્રો કરવી જરૂરી છે.

ભારત તરફથી રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ સિરાદ અને ઇશાંત શર્મા રમી રહ્યા છે.

જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોને પરિણાણે આ ટેસ્ટ મૅચ રમી રહ્યા નથી. તેમના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇંગ્લૅન્ડની ટીમમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. આર્ચર અને બ્રોડને ટીમમાંથી હઠાવીને બેસ અને લૉવરેન્સને લાવવામાં આવ્યા છે.

ઇંગ્લૅન્ડની ટીમમાં ડોમ સિબલી, ઝેક ક્રૉવલી, જોની બૈયરસ્ટો, જો રૂટ, બેન સ્ટૉક્સ, ઓલી પોપે, ડૅન લૉવરેન્સ, બેન ફોક્સ, ડોમ બેસ, જેક લીચ અને જૅમ્સ ઍન્ડરસન છે.


પહેલી મૅચમાં પીચનો વિવાદ

અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટા રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચ માત્ર બે જ દિવસમાં પૂર્ણ થતાં વિવાદ થયો હતો.

ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલી ઇનિંગમાં 112 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 145 રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડ ત્રીજી બીજી ઇનિંગ્સમાં 81 રન બનાવી ઑલઆઉટ થઈ હતી.

ભારતની ટીમે બીજી ઇનિંગ્સમાં 49 રન બનાવીને જીત મેળવી હતી.

ભારત તરફથી અક્ષર પટેલે બે ઇનિંગ્સમાં 11 વિકેટ લીધી હતી. જ્યારે આર. અશ્વિને સાત વિકેટ લીધી હતી.


સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

https://www.youtube.com/watch?v=L-7zTfdpXcg

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X