IND Vs ENG : રોહિત શર્માની શાનદાર સદી, જાડેજા સાથે પાર્ટનરશિપ કરીને ટીમને બચાવી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી છે. માત્ર 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રોહિત શર્માએ જાડેજા સાથે મળીને ભારતને મજબુત સ્થિતીમાં પહોંચાડ્યુ.

સિરીઝનો ત્રીજો મુકાબલો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Rohit Sharma

આ મેચમાં રોહિત શર્માનું બેટ શાનદાર ફોર્મમાં જોવા મળ્યુ. રોહિતે ઈંગ્લેન્ડ સામે 157 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી.

રોહિત શર્માએ રેહાન અહેમદના બોલ પર 2 રન બનાવીને પોતાની ટેસ્ટ સદી પૂરી કરી. કેપ્ટન રોહિત શર્માએ આ સાથે તેની 11મી ટેસ્ટ સદી ફટકારી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 71 બોલમાં 8 ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી, જે તેની ટેસ્ટ ક્રિકેટમાં 21મી અડધી સદી છે. ભારતીય ટીમને પહેલો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો.

જયસ્વાલ 10 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જયસ્વાલ બાદ શુબમન ગિલ રોહિત શર્માને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો પરંતુ તે પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફર્યો.

ટીમ ઈન્ડિયાને બે ઝટકા રજત પાટીદાર બેટિંગ કરવા આવ્યો પરંતુ 5 રનના અંગત સ્કોર પર બેન ડકેટના હાથે કેચ આઉટ થયો. આ પછી રવિન્દ્ર જાડેજાએ રોહિત શર્મા સાથે ટીમની કમાન સંભાળી અને ટીમને મજબુત સ્થિતીમાં પહોંચાડી દીધી.

રોહિત શર્મા અને જાડેજા બન્નેએ મળીને ટીમ માટે 204 રનની મોટી પાર્ટનરશિપ કરી. આ પછી રોહિક શર્મા 131 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. હાલ જાડેજા 84 અને સરફરાઝ ખાન 0 રન સાથે ક્રિઝ પર છે. ભારત 4 વિકેટ ગુમાવીને 237 રન બનાવીને રમી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X