For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ભારતીય ક્રિકેટ બોર્ડે ચાહકોને સ્ટેડિયમ આવવાની મંજૂરી આપી

IND vs ENG: ભારતીય ક્રિકેટ બોર્ડે ચાહકોને સ્ટેડિયમ આવવાની મંજૂરી આપી

|
Google Oneindia Gujarati News

આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર 4 મેચની ટેસ્ટ સિરીઝ 5 ફેબ્રુઆરીએથી થનાર છે. ઘરેલૂ જમીન પર લગભગ એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીને લઈ ફેન્સ પણ ઘણા ઉત્સાહિત છે, પરંતુ સોમવારે બીસીસીઆઈએ આ ફેન્સને ખુશ થવાનું વધુ એક કારણ આપી દીધું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર આ ટેસ્ટ સિરીઝને પહેલા ફેન્સ વિનાના ખાલી સ્ટેડિયમમાં આયોજિત કરવાની યોજના બનાવી હતી, જો કે સોમવારે થયેલ બેઠક બાદ બીસીસીઆઈએ સિરીઝની પહેલી મેચને છોડીને તમામ મેચમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમ પહોંચવાની મંજૂરી આપી દીધી છે.

ind vs eng

એટલું જ નહિ, બીસીસીઆઈએ સોમવારે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન સાથે થયેલ મીટિંગ બાદ જાણકારી આપી કે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 13 ફેબ્રુઆરીએ થનાર બીજી ટેસ્ટ મેચમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની મંજૂરી આપી છે, આ ઉપરાંત મીડિયાને પણ બૉક્સમાં બેસીને મેચ કવર કરવાની મંજૂરી આપી દીધી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીઓએ કહ્યું કે, કેન્્દ્ર સરકાર તરફથી કોરોનાવાયરસને લઈ જાહેર કરાયેલ દિશા નિર્દેશોનું પાલન કરતાં અમે રાજ્ય સરકારની સાવધાનિઓ સહિત સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં 50 ટકા દર્શકોને આવવાની મંજૂરી આપી દીધી છે. આ ફેસલો બીસીસીઆઈ અને ટીએનસીએની વાતચીત બાદ લેવામાં આવ્યો છે. આ દરમ્યાન તમામ સુરક્ષા પ્રોટોકોલ્સનું ધ્યાન રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ ત્રીજી અને ચોથી મેચ માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ દર્શકોને આવવાને લઈ લીલી ઝંડી આપી દીધી છે. હાલ બંને ટીમ ચેન્નઈમાં પોતાનું ક્વોરેન્ટાઈન પૂરું કરી ચૂકી છે અને મંગળવારથી ઈંગ્લેન્ડની આખી ટીમ અભ્યાસ કરતી જોવા મળશે.

જણાવી દઈએ કે આ સિરીઝ દરમ્યાન ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી સાથે હાર્દિક પંડ્યા, ઈશાંત શર્માની વાપસી થઈ જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં જૉની બેયરસ્ટો, માર્ક વુડને આરામ આપી બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Indian Cricket Board allows fans to come to the stadium
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X