For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસિર હુસૈને રોટેશન પૉલિસી પર સવાલ ઉઠાવ્યા, પંત અને બટલરને લઈ કહી આ વાત

નાસિર હુસૈને રોટેશન પૉલિસી પર સવાલ ઉઠાવ્યા, પંત અને બટલરને લઈ કહી આ વાત

|
Google Oneindia Gujarati News

ભારત સામે ટેસ્ટ સિરીઝમાં 3-1થી ઈંગ્લેન્ડની હારને ઈંગ્લેન્ડની ટીમ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ભૂલી નથી શકતા. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ફરી એકવાર ઈંગ્લેન્ડની રોટેશન પોલિસીની ટીકા કરી છે. તેમણે કહ્યું કે સિરીઝની વચ્ચે ખેલાડીઓને રોટેટ કરવા ઠીક નથી. ભારત સામે સિરીઝની વચ્ચે આ પ્રકારનો ફેસલો બિલકુલ યોગ્ય નથી. જણાવી દઈએ કે ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રને માત આપી હતી.

IND vs ENG

ડેલી મેલમાં એક લેખ દ્વારા નાસિર હુસૈને ઈંગ્લેન્ડના પ્રદર્શનની આલોચના કરી છે. તેમણે લખ્યું કે ઈંગ્લેન્ડની સૌથી મોટી સમસ્યા ટીમ પસંદગી, રોટેશન પૉલિસી અથવા આરામ નથી, બલકે બહુ વ્યસ્ત શિડ્યૂઅલ છે. એક વર્ષમાં 17 ટેસ્ટ મેચ, ઐતિહાસિક ભારત અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ, ટી20 વર્લ્ડ કપ, બે આઈપીએલ. હું આ વાતથી સહમત છું અને સમજું છું કે ઈસીબી પોતાના ખેલાડીઓની દેખરેખ કરી રહ્યું છે. આ તેમની જવાબદારી છે કે તેઓ પોતાના ખેલાડીઓનો ખ્યાલ રાખે અને તેમને ખેલાડીઓની મેન્ટલ હેલ્થને જોતાં રોટેશન પોલિસી અપનાવી છે.

હુસૈને કહ્યું કે પરંતુ રોટેશન પોલિસીની સમસ્યા એ છે કે આ સમય રોટેશનનો નથી. ભારતમાં ટેસ્ટ સિરીઝ સૌથી મહત્વની સિરીઝમાંથી એક હતી. ઈંગ્લેન્ડે આ દરમ્યાન રોટેશન પોલિસીને પગલે સારો પડકાર નહોતો આપ્યો. ઈંગ્લેન્ડે વિકેટકીપર જૉસ બટલરને ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપ્યો હતો અને ભારતીય વિકેટ કીપર ઋષભ પંત સદી લગાવી રહ્યા હતા. નાસિર હુસૈને કહ્યું કે પંત અમદાવાદમાં ચારો તરફ શોટ રમી રહ્યો હતો અને જૉસ બટલર કે જેઓ આવું કરવામાં સક્ષમ હતા તેમને મેચમાં આરામ આપવામાં આવ્યો હતો, જો કે જોવું સારું નથી લાગતું.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કહ્યું કે મને ખોટો ના સમજો, જો કોઈ ખેલાડી મેચ નથી રમી શક્યો તો તેનું કારણ હોય શકે છે. પરંતુ એક ખેલાડી તરીકે તમે જે ફેસલો લો છો તેનું પરિણામ પણ હોય છે. એવામાં ખેલાડીઓએ આ ફેસલાની જવાબદારી પણ લેવાની જરૂરત છે. જણાવી દઈએ કે ચોથી ટેસ્ટ મેચમાં પંતના સદીને ખાતર મુશ્કેલીમાં ઉભી ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં બઢત તો હાંસલ કરી સાથે જ વૉશિંગ્ટન સુંદરની બેટિંગને કારણે બઢતને વધુ તેજ બનાવી દીધી અને મેચમાં જીત હાંસલ કરી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Nasir Hussain questions rotation policy, says Pant and Butler
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X