IND vs ENG: કાલે રમાશે વનડે મેચ, જુઓ સંભાવિત પ્લેઈંગ Xi

IND vs ENG: કાલે રમાશે વનડે મેચ, જુઓ સંભાવિત પ્લેઈંગ Xi

ટેસ્ટ અને ટી20 સિરીઝમાં ઈંગ્લેન્ડ ટીમને હરાવ્યા બાદ હવે વિરાટ સેના ત્રણ વનડે મેચની સિરીઝમાં બાજી મારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ લય યથાવત રાખતાં ઈંગ્લેન્ડ ટીમને ખાલી હાથ ઘરે મોકલવા માંગશે. સીિરીઝનો પહેલો મુકાબલો 23 માર્ચે એટલે કે મંગળવારે રમાશે. મુકાબલો ક્યાં રમાશે, સંભાવિત પ્લેઈંગ ઈલેવન કેવી હશો, આવો જાણીએ...

ind vs eng

ક્યાં રમાશે મેચ

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે

કેટલા વાગ્યે શરૂ થશે મેચ?

બપોરે 1.30 વાગ્યે મેચ શરૂ થશે.

લાઈવ પ્રસારણ ક્યાં થશે?

તમે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર એપ પર જોઈ શકશો.

ભારતીય ટીમની વાત કરીએ તો ઑલરાઉંડર કૃણાલ પંડ્યાને પહેલા વનડેમાં મોકો આપવામાં આવી છે. તેમણે હાલમાં જ વિજય હજારે ટ્રોફી 2021માં ઉલ્લેખનીય કામ કર્યું હતું. માટે ભારતીય ટીમ નિશ્ચિત રૂપે તેમના સારાં પ્રદર્શનનો ફાયદો ઉઠાવશે. ઈંગ્લેન્ડના પેસર જોફ્રા આર્ચર ઈજાગ્રસ્ત હોવાના કારણે વનડે ટીમથી બહાર થઈ ગયા છે. માટે તેમની જગ્યાએ માર્ક વુડને રમાડવામાં આવી શકે છે. માર્ક વુડે ભારત સામે 20 શ્રૃંખલામાં મહત્વપૂર્ણ વિકેટ ખેરવી હતી. ભારત સામે તે વનડેમાં વાપસી કરી શકે છે.

કોનું પલડું ભારી

બંને ટીમોના આપસી વનડે મેચના આંકડા જોઈએ તો ભારતનું પલડું ભારી જોવા મળી રહ્યું છે. ભારત-ઈંગ્લેન્ડની ટીમ આ ફોર્મેટમાં 100 વાર આમને-સામને થઈ ચૂકી છે, જેમાં 53 મેચ ભારતે જીતી જ્યારે 42 મેચ ઈંગ્લેન્ડે જીતી છે, જ્યારે 2 મુકાબલા ટાઈ રહ્યા અને ત્રણનું કોઈ રિઝલ્ટ ના નિકળ્યું.

સંભાવિત પ્લેઈંગ ઈલેવન

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ.

ઈંગ્લેન્ડઃ ઈયોન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, ડેવિડ માલન, સૈમ બિલિંગ્સ, સૈમ કુરન, ટૉમ કુરન, આદિલ રાશિદ, જેસન રોય, બેન સ્ટોક્સ, ક્રિસ જોર્ડન, માર્ક વુડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X