IND vs IRE 1st T20 : આજે ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાશે પહેલી ટી20 મેચ, વાંચો 10 મોટી અપડેટ

IND vs IRE : આજથી ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડની સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. તાજેતરમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી 5 મેચની ટી20 સિરીઝ 3-2થી હારી ગયું છે. જે બાદ હવે નવા રૂપમાં ભારતીય ક્રિકેટ ટીમ એક નવા કેપ્ટન સાથે આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે.

આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ ટી20 મેચની સિરીઝનો કેપ્ટન જસપ્રીત બુમરાહ છે. આ સાથએ જયદેવ ઉનડકટે અચાનક કાઉન્ટી તરફ વળીને સૌને ચોંકાવી દીધા હતા.

IND vs IRE

જ્યારે અન્ય એક ખેલાડીની ઈજાના સમાચાર આવ્યા, ત્યારે પૃથ્વી શોની ઈજા ગંભીર હોવાનું કહેવાયું હતું. આ સિવાય યુએસ માસ્ટર્સ ટી10 લીગમાં જૂના સ્ટાર્સની એન્ટ્રીએ પણ ચાહકોને ઉત્સુક બનાવી દીધા છે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે પ્રથમ T20, વરસાદ બની શકે છે વિલન - ભારત અને આયર્લેન્ડ વચ્ચે શુક્રવાર, 18 ઓગસ્ટથી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝની તમામ મેચો ડબલિનમાં ધ વિલેજ, માલાહાઇડ ખાતે રમાશે.

બીજી અને ત્રીજી મેચ 20 અને 23 ઓગસ્ટે રમાશે. આવા સમયે, પ્રથમ મેચ પહેલા ડબલિનમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય અલગ-અલગ અહેવાલોમાં વરસાદની લગભગ 80 ટકા શક્યતા છે.

જયદેવ ઉનડકટની એન્ટ્રી - સસેક્સે તેમના સત્તાવાર ટ્વિટર પેજ પર પ્રેસ રિલીઝ શેર કરી અને કહ્યું, જયદેવ ઉનડકટ ટીમ સાથે જોડાયો છે. તે ડરહામ, લિસેસ્ટરશાયર અને ડર્બીશાયર સામેની મેચો માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, પૂજારાએ ગત સિઝનમાં સસેક્સની કેપ્ટનશીપ કરી હતી, જ્યારે ઉનડકટ પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટ રમતા જોવા મળશે. ઉનડકટ તાજેતરના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને ODI ટીમનો ભાગ હતો.

ન્યુઝીલેન્ડ-UAE મેચમાં બનાવ્યો અનોખો રેકોર્ડ, આર્યન શર્માએ પણ રચ્યો ઈતિહાસ - ન્યુઝીલેન્ડની ટીમે ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં યજમાન UAEને 19 રને હરાવ્યું હતું. આ મેચની બંને ઇનિંગ્સમાં પ્રથમ બોલ પર વિકેટ પડી હતી.

આ ઉપરાંત 18 વર્ષના આર્યંશ શર્માએ પોતાની ડેબ્યૂ ટી20માં 60 રનની ઇનિંગ રમીને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. સિરીઝની બીજી અને ત્રીજી મેચ 19 અને 20 ઓગસ્ટે રમાશે.

અંગૂઠામાં ફ્રેક્ચર થતાં દેવદત્ત પડિકલ ક્રિકેટ મેદાનની બહાર - ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઈજાઓ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પછી તે આંતરરાષ્ટ્રીય મંચ હોય કે સ્થાનિક, ભારતીય ખેલાડીઓની ફિટનેસ પ્રશ્નના ઘેરામાં રહે છે. એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ ચિંતામાં વધારો કરી રહી છે.

બુધવારના રોજ ઈંગ્લેન્ડના રોયલ લંડન કપ દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળી રહેલો પૃથ્વી શો પણ ઈજાગ્રસ્ત થયો હતો. હવે ઓપનર દેવદત્ત પડિકલે ગુરુવારના રોજ પોતે પુષ્ટિ કરી છે કે, તે અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ત્રણથી ચાર અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે.

ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ યુએસ માસ્ટર્સ T10 લીગમાં જોવા મળશે - યુએસ માસ્ટર્સ T10 લીગની પ્રથમ સિઝન 18 થી 27 ઓગસ્ટ દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટમાં છ ટીમો - કેલિફોર્નિયા નાઈટ્સ, ન્યૂયોર્ક વોરિયર્સ, ટેક્સાસ ચાર્જર્સ, ન્યૂ જર્સી લિજેન્ડ્સ, મોરિસવિલે યુનિટી અને એટલાન્ટા રાઈડર્સ ભાગ લઈ રહી છે.

ટ્રોફી માટે આગામી 10 દિવસમાં કુલ 26 T10 મેચો રમાશે. તેમાં ભાગ લેનાર ઈરફાન પઠાણ, રોબિન ઉથપ્પા, એસ. શ્રીસંત, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, યુસુફ પઠાણ જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

એશિયા કપમાં ભારત-પાક મેચની ટિકિટની કિંમત આસમાને પહોંચી ગઈ છે - એશિયા કપ 2023ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચની ટિકિટના ભાવ આસમાને છે. ટિકિટ દીઠ સામાન્ય સ્ટેન્ડ 30 ડોલર એટલે કે 2500 રૂપિયામાં વેચાય છે.

આવા સમયે, લોકોએ VIP સ્ટેન્ડમાં ટિકિટ લેવા માટે 10,000 રૂપિયા ખર્ચવા પડે છે. વીવીઆઈપી સ્ટેન્ડની વાત કરીએ તો ચાહકોએ તેને મેળવવા માટે પ્રતિ ટિકિટ 300 ડોલર એટલે કે 25000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

ન્યૂઝીલેન્ડની ટીમ 10 વર્ષ બાદ બાંગ્લાદેશ જશે - ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારીઓને મજબૂત કરવા બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. તે આ પ્રવાસમાં વનડે અને ટેસ્ટ સિરીઝ રમશે. જ્યાં ત્રણ વન-ડે તેમની વર્લ્ડ કપની તૈયારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.

ન્યૂઝીલેન્ડની ટીમ સપ્ટેમ્બર મહિનામાં આ પ્રવાસ કરશે. 10 વર્ષમાં ન્યૂઝીલેન્ડનો બાંગ્લાદેશનો આ પ્રથમ પ્રવાસ હશે. છેલ્લી વખત કિવી ટીમે 2013માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો.

પૃથ્વી શોની ઈજા ગંભીર, વાપસી થવામાં સમય લાગશે - પૃથ્વી શો ઈજાના કારણે આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023માંથી બહાર થઈ જશે. 13 ઓગસ્ટના રોજ ODI કપ 2023 ની મેચમાં કાઉન્ટી ક્લબ નોર્થમ્પટનશાયર તરફથી રમતી વખતે તેને તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તે ભારતીય સ્થાનિક સિઝનની મોટાભાગની શરૂઆતની મેચો ચૂકી જશે.

અહેવાલો અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ 17 ઓગસ્ટના રોજ શો સાથે વાત કરી અને તેની ઈજાની સમયરેખા અંગે ચર્ચા કરી. શો બે કે ત્રણ મહિના માટે ટીમમાંથી બહાર રહેવાની ધારણા છે, અને હાલમાં લંડનમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે.

જસપ્રીત બુમરાહ ડબલિનમાં મેદાન પર ઉતરતાની સાથે જ ઈતિહાસ રચશે - જસપ્રીત બુમરાહ માત્ર T20 ઈન્ટરનેશનલ જ નહીં, પરંતુ સફેદ બોલની ક્રિકેટમાં પહેલીવાર કેપ્ટનશિપ કરતો જોવા મળશે. જ્યાં તે 11મી T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે.

જસપ્રિત બુમરાહ T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનારો પ્રથમ બોલર પણ બનશે. આ પહેલા તેણે માત્ર એક ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. આ સિરીઝ એશિયા કપ અને વર્લ્ડ કપ માટે તેની ફિટનેસ સાબિત કરવા માટેનું ઓડિશન પણ છે.

PCBના વીડિયો બાબતે વસીમ અકરમ પર સવાલો - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 14 ઓગસ્ટના રોજ પોસ્ટ કરવામાં આવેલા એક ખાસ વીડિયોએ ઈમરાન ખાનની ગેરહાજરીને લઈને વિવાદ ઉભો કર્યો હતો. આ પછી વસીમ અકરમ સહિત અનેક દિગ્ગજોએ અવાજ ઉઠાવ્યો હતો.

પીસીબીએ નવા વીડિયોમાં ભૂલ સુધારી વીડિયો અપડેટ કરીને ભૂલ સુધારી છે. આ પછી હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે, પાકિસ્તાને નવા વીડિયોમાં વસીમ અકરમનો સમાવેશ તો નથી કર્યો અને તેને હટાવી દીધો છે. જ્યારે તે પહેલા વીડિયોમાં સામેલ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X