IND vs NEP, Asian Games 2023 : યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ, આવું કરનારો બન્યો પહેલો બેટ્સમેન

IND vs NEP, Asian Games 2023 : એશિયન ગેમ્સ 2023નો આજે દસમો દિવસ છે. જેમાં આજે હાંગઝોઉમાં ભારતીય ક્રિકેટ ટીમ અને નેપાલ વચ્ચે ક્વાર્ટર ફાઇનલની મેચ રમાઇ રહી છે.

ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની સદી અને રિંકુ સિંહના શાનદાર પ્રદર્શનને કારણે મેન્સ ક્રિકેટ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળ સામે 202 રન બનાવ્યા છે. નેપાળને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ મળ્યો છે.

IND vs NEP

ભારત અને નેપાળની આ મેચમાં ભારતીય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો છે, એશિયન ગેમ્સના ઈતિહાસમાં સદી ફટકારનારો પ્રથમ ભારતીય છે. જયસ્વાલે પોતાની પ્રથમ ટી20 સદી 48 બોલમાં ફટકારી છે.

યશસ્વી જયસ્વાલે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલે 49 બોલમાં 100 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ વિસ્ફોટક પ્રદર્શનના કારણે તે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સદી ફટકારનારો પ્રથમ ભારતીય બની ગયો છે.

રિંકુ સિંહે કર્યું શાનદાર પ્રદર્શન - એશિયન ગેમ્સ 2023 મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળ સામે 20 ઓવરમાં 202/4 પર પોતાનો દાવ પૂરો કર્યો છે.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 100 રન બનાવ્યા હતા, જ્યારે રિંકુ સિંહ 15 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. નેપાળ તરફથી દીપેન્દ્ર સિંહે બે જ્યારે સોમપાલ લામી અને સંદીપ લામિછાનેએ એક-એક વિકેટ લીધી હતી.

ભારતના પ્લેઈંગ 11 - ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આર સાઈ કિશોર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ

નેપાળના પ્લેઈંગ 11 - કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (વિકેટકીપર), સંદીપ જોરા, ગુલસન ઝા, રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરી, સોમપાલ કામી, કરણ કેસી, અવિનાશ બોહરા, સંદીપ લામિછાને

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X