IND vs NZ Final : ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
IND vs NZ Final : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો ચેમ્પિયન ટ્રોફી મુકાબલો દુબઈમાં રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલામાં જીત સાથે ભારત ત્રીજી વખત ટ્રોફી જીતીને ઇતિહાસ રચવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલા મુકાબલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા વધુ એક વખત ટોસ હાર્યો.

રેકોર્ડની વાત કરીએ આ પહેલા ભારત વખત ચેમ્પિયન ટ્રોફી જીતી ચુકી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડના ખાતામાં એક ટ્રોફી છે. આ ફાઈનલ જીતશે તો ભારત ત્રીજી વખત મુકાબલો જીતનારી એક માત્ર ટીમ બની જશે.
ભારતીય પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન
વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકિપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (C), કાયલ જેમીસન, વિલિયમ ઓ'રર્કે, નાથન સ્મિથ












Click it and Unblock the Notifications
