IND vs NZ: સુપર ઓવરમાં રોહિત શર્માએ અપાવી જીત, ભારતે જીતી સીરિઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝની ત્રીજી મેચ આજે હેમિલ્ટનમાં રમાઈ. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને ટાઈ પર રોકી દીધી અને બાદમાં મેચનો નિર્ણય સુપર ઓવરમાં થઈ ગયો. સુપર ઓવરમાં ભારતને ન્યૂઝીલેન્ડે જીત માટે 18 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. રોહિત શર્માએ હિટમેન અંદાજમાં 2 જબરદસ્ત છક્કા મારીને ન્યૂઝીલેન્ડના મોઢામાંથી જીત છીનવી લીધી. રોહિતે ટીમ સાઉદીના આ ઓવરના છેલ્લા બે બોલમાં છક્કા મારીને સાબિત કરી દીધુ કે કેમ તેને સિક્સર કિંગ કહેવામાં આવે છે.
આ સાથે જ ભારતે આ સીરિઝ 3-0થી જીતી લીધી છે. સીરિઝમાં બે મેચ હજુ રમાવાની બાકી છે. ન્યુઝીલેન્ડની ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જેના જવાબમાં ભારતે કીવી ટીમને જીત માટે 180 રનનુ લક્ષ્ય આપ્યુ. ન્યૂઝીલેન્ડની ટીમને કેન વિલિયમસને જીત તરફ પહોંચાડી દીધી હતી પરંતુ મોહમ્મદ શમીએ અંતિમ ઓવરમાં કમાલની બોલિંગ કરીને મેચને ટાઈ કરાવી દીધી. શમીએ આ ઓવરમાં કેન વિલિયમસન (95) અને પછી રૉસ ટેલરને 17 રનના સ્કોર પર છેલ્લા બોલે બોલ્ડ કરી દીધો અને મેચ સુપર ઓવરમાં જતી રહી.
ભારત માટે સુપરઓવરની શરૂઆત જસ્પ્રીત બુમરાહે કરી જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમસન અને ગુપ્ટિલની જોડીએ શરૂઆત કરી. બુમરાહ આ ઓવરમાં ફીકા જ જોવા મળ્યા અને ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 18 રનોનુ લક્ષ્ય આપ્યુ. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ટીમ સાઉદીએ કરી જ્યારે ભારત તરફથી કેએલ રાહુલ અને રાહુલ શર્માએ શરૂઆત કરી. રોહિતે આ ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો, પાંચમા અને છઠ્ઠા બોલ પર છક્કો લગાવીને ભારતને જીત સુનિશ્ચિત કરી દીધી. પહેલા ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 179 રન બનાવ્યા હતા. ભારતને રોહિત-રાહુલની જોડીએ શાનદાર શરૂઆત અપાવી અને પહેલી વિકેટ માટે 89 રન બનાવ્યા. ત્યારબાદ ત્રીજા નંબરે પ્રમોટ કરવા મોકલેલા શિવમ દૂબે પણ માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયા. અહીંથી ભારતીય દાવ થોડો ધીમો થઈ ગયો.
શ્રેયસ અય્યરે 17 રન બનાવ્યા જ્યારે વિરાટ કોહલીએ 38 રન બનાવ્યા. મનીષ પાંડે (14) અને રવિન્દ્ર જાડેજા (10) અંતમાં અણનમ પાછા ફર્યા. ન્યૂઝીલેન્ડ તરફથી બેનેટે 3 વિકેટ લીધી જ્યારે સ્પિનરો ઈશ સોઢી અને મિશેલ સેંટનરે સારી બોલિંગ કરી.
180 રનના લક્ષ્યનો પીછો કરીને ન્યૂઝીલેન્ડે માર્ટિન ગુપ્ટિલે જોરદાર શરૂઆત આપી. ગુપ્ટિલ 21 બોલ પર 31 રન બનાવીને આઉટ થયા ત્યારબાદ કોલિન મુનરોને પણ 14 રન કરીને ભારતે અમુક હદે મેચમાં વાપસી કરી પરંતુ ત્રીજા નંબરે કેન વિલિયમસને જબરદસ્ત દાવ રમીને ટીમની જીત સુનિશ્ચિત કરી દીધી. આ દરમિયાન મિશેલ સેંટનર, કૉલિન ડી ગ્રેંડહોમ કંઈ ખાસ કરી શક્યા નહિ પરંતુ વિલિયમસને એટલી જોરદાર બેટિંગ કરી કે બીજા છેડે બેટ્સમેનને માત્ર તેનો સાથ આપવાનો હતો. છેલ્લી બે મેચોમાં સરેરાશ બોલિંગ કરનાર શાર્દૂલ ઠાકુર આ વખતે 2 વિકેટ લેવામાં સફળ રહ્યા. ચહલ અને જાડેજાને પણ 1-1 વિકેટ મળી. જ્યારે બુમરાહ ખાસા મોંઘા સાબિત થયા.
આ પણ વાંચોઃ બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ પોતાની બહેન સાથે ભાજપમાં થઈ શામેલ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો