IND vs NZ : ભારતીય બોલરો સામે ન્યૂઝિલેન્ડ ઘૂંટણીએ, ભારતની શાનદાર જીત
IND vs NZ : ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયેલા ચેમ્પિયન ટ્રોફીના મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે આઓ મુકાબલો 44 રને જીતી લીધો છે.
ટોસ જીતીને ન્યૂઝિલેન્ડે ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું. એક સમયે ન્યૂઝિલેન્ડનો આ નિર્ણય સાચો સાબિત થતો લાગ્યો હતો.

પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 249 રન જ બનાવી શકી. ભારત માટે શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરતા 79 રનની ઈનિંગ રમી. આ સિવાય હાર્દિક પંડ્યાએ મહત્વના 45 રન બનાવ્યા. બીજી તરફ ન્યૂઝિલેન્ડ માટે મેટ હેનરીએ 5 વિકેટ લીધી.
બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે વામણી સાબિત થઈ. ભારતીય સ્પીનરોની શાનદાર બોલિંગ સામે ટીમ ધરાસાઈ થઈ ગઈ અને 10 વિકેટ ગુમાવીને માત્ર 204 રન જ બનાવી શકી.
ન્યૂઝિલેન્ડ માટે કેન વિલિયમસને શાનદાર બેટિંગ કરી અને એક સમય સુધી ન્યૂઝિલેન્ડને મુકાબલામાં રાખ્યુ. જો કે 81 રને તે આઉટ થઈ જતા ટીમ વિખેરાઈ ગઈ. ભારત માટે બોલરોએ શાનદાર બેટિંગ કરી.
ભારત માટે આજના મુકાબલામાં વરૂણ ચક્રવર્તી હિરો બનીને સામે આવ્યો. વરૂણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી. આ સિવાય કુલદીપ યાદવે પણ શાનદાર બેટિંગ કરી અને 2 વિકેટ લીધી.
આમ ભારતે ડિફેન્ડ કરતા માત્ર 45.3 ઓવર્સમાં જ ન્યૂઝિલેન્ડને ઓલઆઉટ કરીને મુકાબલાને 44 રને જીતી લીધો. આ જીત સાથે ભારતીય ટીમ હવે 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સાથે સેમિફાઈનલમાં ટકરાશે.












Click it and Unblock the Notifications
