IND vs NZ: ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ન્યુઝિલેન્ડ સામેની ODI સિરીઝમાંથી આ ખેલાડી થયો બહાર
ભારતીય ટીમ 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે વન-ડે શ્રેણી શરૂ કરશે. મહત્વના ખેલાડીનું બહાર થવુ ખરાબ સમાચાર કહી શકાય નહી.
ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમને ઘરઆંગણે સફેદ બોલની શ્રેણીમાં રમવાનું છે. ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે હવે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં જ અય્યર શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળ્યો હતો. મિડલ ઓર્ડરમાં અય્યરને ભારતીય ટીમનો મહત્વનો આધારસ્તંભ માનવામાં આવી રહ્યો છે પરંતુ હવે તે ટીમની બહાર છે. તેમની જગ્યાએ બદલીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.

BCCIએ આપી જાણકારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાની વેબસાઈટ પર અય્યરને બાકાત રાખવાની જાણકારી આપી છે. તે જણાવે છે કે શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વધુ મૂલ્યાંકન અને સંચાલન માટે તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રહેશે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ઐયરની જગ્યાએ ભારતીય ટીમના ખેલાડી રજત પાટીદારનો સમાવેશ કર્યો છે.
|
ભારત અને ન્યુઝિલેન્ડ સીરીઝનો કાર્યક્રમ
કિવી ટીમ ભારતના પ્રવાસ પર પ્રથમ વનડે રમશે. ત્રણ મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. આ પછી બીજી વનડે રાયપુરમાં 21 જાન્યુઆરીએ રમાશે. ત્રીજી અને અંતિમ વનડે 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. આ પછી T20 શ્રેણી પણ રમવાની છે. સૌથી ટૂંકા ફોર્મેટની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. આ પછી બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનૌમાં અને ફાઈનલ મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

આ હશે ભારતની નવી પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.












Click it and Unblock the Notifications
