IND vs NZ, World Cup 2023: સેમીફાઈનલ મુકાબલામાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો લીધો નિર્ણય
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક સેમીફાઈનલ મુકાબલો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જે નિર્ધારિત સમયે 2 વાગ્યે શરૂ થવા જઇ રહ્યો છે. ભારતીય ટીમ લીગ ફેઝના નવ મેચમાંથી નવ જીતવાની સાથે જ આત્મવિશ્વાસથી ભરપૂર થઇ છે, જ્યારે કીવી ટીમે નવ મેચમાંથી પાંચમાં જીત જ્યારે 4માં હાર ચાખવી પડી હતી. સેમીફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ હેડ-ટૂ-હેડ રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 117 વનડે મેચ રમાયા છે. જેમાંથી ભારતીય ટીમ 57 મેચ જીતી છે, જ્યારે ન્યૂઝી 50 મેચ જીતી છે. આ ઉપરાંત 7 મેચનું કોઈ પરિણામ નહોતું આવ્યું અને એક મેચ ડ્રો થયો.
ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન
ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, માર્ક ચેમ્પમેન, ટીમ સાઉદી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ
ભારત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, સુર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.












Click it and Unblock the Notifications
