IND vs NZ, World Cup 2023: Hardik Pandyaના સ્થાને આ ખેલીડી ટીમમાં થશે શામેલ, પૂર્વ ક્રિકેટર કહીં આ વાત

IND vs NZ, World Cup 2023, Hardik Pandya: આઇસીસી વિશ્વ કપની 21મી મેચમાં ભારતની મેચ ન્યુઝીલેન્ડ સામે રમાશે. આ મેચ 22 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફાર કર્યા છે. જે અંગે રોહિત શર્મા વિચાર વિમર્શ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ધર્મશાલામાં આગામી મેચમાંથી બહાર થઈ ગયો હતો. ચોપરાએ પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવની પસંદગી કરી છે. તેનું માનવું છે કે, બોલિંગને મજબૂત કરવા માટે શાર્દુલ ઠાકુરના સ્થાને ઝડપી બોલર મોહમ્મદ શમીને લેવામાં આવશે.

Hardik Pandya

ગુરુવારના રોજ પૂણેમાં તેની ઈજાને પગલે હાર્દિક પંડ્યાનું સ્કેન કરવામાં આવ્યું હતું અને તે સ્વસ્થ થવા માટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી જઈ રહ્યો છે. જ્યાં તેને આરામની સલાહ આપવામાં આવી છે. તે BCCIની મેડિકલ ટીમની સતત દેખરેખ હેઠળ રહેશે. બોર્ડે જણાવ્યું હતું કે, તે સીધો લખનઉ પહોંચશે, જ્યાં ભારત 26 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

હાર્દિક પંડ્યા ટીમને મહત્વપૂર્ણ સંતુલન પ્રદાન કરે છે અને તેની ગેરહાજરીમાં ટીમ શું સંયોજન સાથે આવે છે, તે જોવાનું રહે છે. હાર્દિકની હાજરીમાં ભારત પાસે બોલિંગના છ વિકલ્પો છે. આ મેચમાં બેટિંગની તાકાત જાળવી રાખવી મહત્વપૂર્ણ રહેશે અને તેથી સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનમાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

આકાશ ચોપરાએ હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ 11માં સામેલ કર્યો છે. આ સિવાય શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીને 11 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ફેરફાર અંગે તેણે જણાવ્યું હતું કે, માત્ર પાંચ બોલર રાખવા આદર્શ નથી. 7 પર બેટિંગ પૂરી કરવી આદર્શ નથી, પરંતુ તે માત્ર તે રીતે છે. હાર્દિક આ સંતુલન ટીમમાં લાવે છે.

અત્રે નોંધનીય બાબત છે કે, ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય ક્રિકેટ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં આકાશ ચોપરાએ જે ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, તેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X