IND vs PAK, Asia Cup 2023 : મેચ ધોવાયા બાદ આ રીતે સુપર-4માં પહોંચશે ભારત, સમજો ગણિત
IND vs PAK, Asia Cup 2023 : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના ગૃપ Aમાં મેચ શનિવાર, 2 સપ્ટેમ્બરના રોજ રમાઇ હતી, જે વરસાદના કારણે રદ્દ થઇ હતી. જેમાં ભારતને બેટિંગ કરી હત, પણ પાકિસ્તાની ટીમને બેટિંગ કરવાનો મોકો મળ્યો ન હતો.
પાકિસ્તાનની ટીમ ઉદ્ઘાટન મેચમાં નેપાળને 238 રનથી હરાવીને મોટી જીત હાંસલ કરી હતી. ભારતે આ એડિશનમાં તેની પ્રથમ મેચ રમી હતી અને તે પણ અનિર્ણિત રહી હતી. હવે ભારતીય ટીમ સુપર-4માં કેવી રીતે પહોંચશે, તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

પોઈન્ટ ટેબલ સ્ટેટસ - ભારત-પાકિસ્તાન મેચ બાદ, ચાલો પહેલા પોઈન્ટ ટેબલની સ્થિતિ જાણીએ. મેચ પૂર્ણ ન થવાને કારણે બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી.
ગૃપ-A પાકિસ્તાન બે મેચમાં ત્રણ પોઈન્ટ મેળવીને સુપર-4માં પહોંચી ગયું છે. આ સાથે જ ભારતના એક મેચમાં એક પોઈન્ટ છે. જ્યારે નેપાળના ખાતામાં એક પણ પોઈન્ટ નથી. બીજી તરફ ગૃપ-બી શ્રીલંકાના એક મેચમાં બે પોઈન્ટ છે, અને બાંગ્લાદેશનું ખાતું પણ ખુલ્યું નથી. અફઘાનિસ્તાનની ટીમે હજુ તેની પ્રથમ મેચ રમવાની બાકી છે.
સુપર 4 માં કેવી રીતે પહોંચશે ભારત - નેપાળ સામેની ભારતની મેચ કરો યા મરો બની ગઈ છે. જો ટીમ નેપાળ સામે જીતશે, તો તે સુપર-4માં જશે. જો તે હારી જશે, તો નેપાળ આગામી રાઉન્ડમાં પહોંચી જશે.
જો નેપાળ સામેની મેચ પણ વરસાદને કારણે રદ્દ થાય, તો ભારતને એક પોઈન્ટ મળશે અને તેનાથી તેના કુલ પોઈન્ટની સંખ્યા બે થઈ જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આગામી રાઉન્ડમાં પહોંચશે.
નેપાળને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે કોઈપણ ભોગે જીતવું પડશે. તેણે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. જો મેચ રદ્દ થાય તો પણ તેને માત્ર એક પોઈન્ટ મળશે, અને બે મેચમાં કુલ એક પોઈન્ટ સાથે તે બહાર થઈ જશે.
મેચમાં શું થયું? - હાર્દિક પંડ્યા (87) અને ઈશાન કિશન (82) એ પાંચમી વિકેટમાં 138 રનની વિક્રમી ભાગીદારી કરી હતી. કારણ કે, ભારતે શનિવારના રોજ એશિયા કપની મેચમાં પાકિસ્તાનને 267 રનનો પડકાર આપ્યો હતો. શાહીન શાહ આફ્રિદીની આગેવાનીમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર્સે તમામ દસ વિકેટ્સ ઝડપી લીધી હતી.
શાહિને 35 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેના સિવાય હરિસ રઉફ અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. શાહીન આફ્રિદી અને હરિસ રઉફ સામે ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા.
કેપ્ટન રોહિત શર્મા (22 બોલમાં 11 રન), શુભમન ગિલ (32 બોલમાં 10 રન), વિરાટ કોહલી (સાત બોલમાં ચાર રન) અને શ્રેયસ અય્યર (નવ બોલમાં 14 રન), જે આ મેચમાં ઈજામાંથી સાજા થયા બાદ પરત ફર્યા હતો પણ ચાલી શકતો ન હતો.












Click it and Unblock the Notifications
