IND Vs PAK : ભારત સામે પાકિસ્તાન ચારો ખાને ચિત્ત, ભારતની 228 રને જીત
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા એશિયા કપના શાનદાર મુકાબલામાં ભારતે પાકિસ્તાનને મોટી હાર આપી છે. પહેલા ભારતે શાનદાર બેટિંગ અને ત્યારબાદ શાનદાર બોલિંગ સામે પાકિસ્તાન ઢેર થઈ ગઈ.

ભારતે પહેલા રમતા 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. ભારત તરફથી પહેલા શુભમન ગીલ અને રોહિત શર્માએ શાનદાર અડધી સદી ફટકારી સારી શરૂઆત અપાવી. ત્યારબાદ કોહલી અને કેએલ રાહુલની શાનદાર સદીએ ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી.
ભારત તરફથી શરૂઆત કરતા રોહિત શર્માએ 56 અને શુભમન ગીલે 58 રનની ઈનિંગ રમીને ભારતને શાનદાર શરૂઆત અપાવી. આ બન્ને આઉટ થયા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે મોરચો સંભાળ્યો.
વિરાટ કોહલીએ તેના કરિયરની 47મીં સદી ફટકારી અને 13 હજાર રન પુરા કર્યા. બીજી તરફ કેએલ રાહુલે કોહલી સાથે બેવડી સદીની ભાગીદારી કરતા 111 રનની શાનદાર ઈનિંગ્સ અપાવી. આ બન્ને છેલ્લે સુધી અણનમ રહ્યા અને ટીમને 356 સુધી પહોંચાડી.
આ પછી બેટિંગ માટે ઉતરેલી પાકિસ્તાની ટીમ પત્તાના મહેલની જેમ વિખરાઈ ગઈ. પુરી ટીમ માત્ર 128 રન બનાવી શકી. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે એક એક વિકેટ ઝડપી.












Click it and Unblock the Notifications
