IND vs PAK : શુભમન ગીલે કોહલી-ધોનીને પાછળ છોડીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો, આ લિસ્ટમાં સામેલ
શુભમન ગીલે રોહિત શર્મા સાથે મળીને ભારતને પાકિસ્તાન સામે શાનદાર શરૂઆત અપાવી છે. આ 121 રનની પાર્ટનરશીપ અને રોહિત શર્મા સાથે શુભમન ગીલે અડધી સદી ફટકારીને મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
શુભમન ગિલે ઓપનર તરીકે તેણે 52 બોલનો સામનો કર્યો અને 58 રન બનાવ્યા. આ ઇનિંગની મદદથી શુભમને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત માટે વનડેમાં બેટિંગ કરતા તે પહેલી 30 ઈનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.

શુભમન ગીલી તેની પહેલી 30 વન ડે ઇનિંગ્સમાં 1571 રન બનાવ્યા છે. આ મામલે તે ભારતીય ખેલાડીઓની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે. તેણે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. આ મામલે ધોની 7મા નંબર પર છે. જ્યારે કોહલી છઠ્ઠા નંબર પર અને શ્રેયસ અય્યર બીજા સ્થાને છે.
શુભમન ગીલે 30 વન ડે ઇનિંગ્સમાં 1572 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 8 અડધી સદી ફટકારી છે. તેના નામે બેવડી સદી છે. શુભમન ગીલે વન ડેમાં અત્યારસુધીમાં સૌથી વધુ 208 રન બનાવ્યા છે.
એશિયા કપ 2023ની ત્રીજી સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હારીને બેટિંગ માટે ઉતરી હતી. આ દરમિયાન શુભમને 58 રન બનાવ્યા તો રોહિત શર્માએ 49 બોલમાં 56 રન બનાવ્યા છે.
રોહિત શર્માએ તેની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સ ફટકારી.
ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા છે. આ પછી વરસાદના કારણે મેચ રોકાઈ ગઈ છે. હાલ વિરાટ કોહલી 8 રન બનાવીને અણનમ છે. જ્યારે કેએલ રાહુલ 17 રન બનાવીને મેદાન પર છે.












Click it and Unblock the Notifications
