IND vs SA: દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો લીધો નિર્ણય
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે સુપર-8 તબક્કાનો મુકાબલો રમાઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપની આ સીઝનમાં બંને ટીમો વચ્ચેની આ પ્રથમ મેચ છે. ભારતીય ટીમે લીગ સ્ટેજમાં ચાર મેચ જીતી હતી, તો સામે આફ્રિકાએ પણ પોતાના ગ્રુપમાં ધમાલ મચાવી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે સાનુકૂળ માનવામાં આવે છે. બંને ઇનિંગ્સ દરમિયાન પિચનું વર્તન સમાન રહેવાની પૂરી સંભાવના છે. જોકે ભારતીય ટીમનું પલડું ભારે માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમને પણ ઓછી આંકી શકાય તેમ નથી.
ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા પર ફરી એકવાર સૌની નજર રહેશે. અભિષેક શર્મા છેલ્લા ત્રણ મેચમાં ખાતું ખોલાવી શક્યા નથી, જેના કારણે તેમના પર દબાણ રહેશે. જોકે, તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને શાનદાર પ્રદર્શન કરવામાં સંપૂર્ણ સક્ષમ છે.
બોલિંગમાં ટીમ ઈન્ડિયા માટે વરુણ ચક્રવર્તી મહત્વના ખેલાડી સાબિત થઈ શકે છે. વરુણ ચક્રવર્તીનો રેકોર્ડ આફ્રિકન ટીમ સામે ઘણો સારો રહ્યો છે. જોકે, માર્કરામ અને ડી કોક જેવા ખેલાડીઓ સ્પિનરોને સારી રીતે રમી જાણે છે. તે સિવાય ડેવિડ મિલર પણ તોફાની બેટિંગ માટે જાણીતા છે, તેથી ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં કંઈક અલગ વ્યૂહરચના અપનાવવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
