IND vs SL : ભારત-શ્રીલંકા સિરીઝનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે મુકાબલા?
IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવા જઈ રહેલી વન ડે અને t20 સિરીઝ માટેનો કાર્યક્રમ જાહેર કરે દેવાયો છે. આ તમામ મુકાબલા શ્રીલંકામાં રમાવા જઈ રહ્યાં છે.
ભારતીય ટીમ આ મહિનાના અંતમાં શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે ત્યારે સિરીઝનો કાર્યક્રમ જારી કરી દેવાયો છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ પરથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે. જો કે ઝિમ્બાબ્વે પ્રવાસ પર નવી ભારતીય ટીમ છે અને શુભમન ગિલ ટીમનો કેપ્ટન છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 26 જુલાઈએ રમાવાની છે. પહેલા T20 સિરીઝ રમવાની છે.
T20 સિરીઝની બીજી મેચ 27 જુલાઈએ જ રમાશે. આ પછી ત્રીજી અને અંતિમ મેચ 29 જુલાઈએ રમાશે. આ રીતે આ શ્રેણી માત્ર ચાર દિવસમાં સમાપ્ત થઈ જશે. આ પછી ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. ટી-20 સિરીઝની તમામ મેચ પલ્લેકેલેમાં રમાશે.
વનડે શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ટીમ તેની આગામી મેચ 4 ઓગસ્ટે રમશે. ત્રીજી અને અંતિમ મેચ 7 ઓગસ્ટે રમાશે. આ સાથે જ વનડે શ્રેણી સમાપ્ત થશે. વનડે શ્રેણીની આ તમામ મેચો કોલંબોમાં રમાશે.
જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ પ્રથમ તબક્કામાં જ બહાર થઈ ગઈ હતી. આ દરમિયાન કેપ્ટન વનિન્દુ હસરંગાએ પોતાનું પદ છોડી દીધું છે. હસરંગાએ રાજીનામું આપી દીધું છે અને હવે ટીમને નવો કેપ્ટન મળશે.
બીજી તરફ ભારતીય ટીમમાં પણ એક નવો ટી20 કેપ્ટન જોવા મળશે. રોહિત શર્મા નિવૃત્ત થઈ ગયો છે. રોહિત અને કોહલીને વનડેમાં આરામ આપવામાં આવશે. આ સ્થિતિમાં ત્યાં એક નવો કેપ્ટન જોવા મળશે. આગામી દિવસોમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
