અમદાવાદમાં રમાશે IND vs WI અને IND vs SAની ટેસ્ટ અને ટી20 મેચો, જાણો તારીખ
Ahmedabad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના 2025 ના આંતરરાષ્ટ્રીય ઘરેલું સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
ચાહકો રોમાંચક મેચોની રાહ જોઈ શકે છે કારણ કે ભારત વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ, વનડે અને T20I માં સ્પર્ધા કરશે.
આ સિઝનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે IDFC ફર્સ્ટ બેંક ટેસ્ટ શ્રેણી સાથે થશે. પ્રથમ ટેસ્ટ 2 ઓક્ટોબર 2025 ના રોજ અમદાવાદમાં રમાશે, ત્યારબાદ બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી કોલકાતામાં રમાશે.
દક્ષિણ આફ્રિકા સિરિઝ - વેસ્ટ ઇન્ડીઝનો સામનો કર્યા પછી, ભારત દક્ષિણ આફ્રિકા સામે તમામ ફોર્મેટમાં રોમાંચક શ્રેણીમાં યજમાની કરશે.
દક્ષિણ આફ્રિકા સામે IDFC ફર્સ્ટ બેંક ટેસ્ટ શ્રેણી નોંધપાત્ર રહેશે. કારણ કે, ગુવાહાટી તેની પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન કરશે.
દક્ષિણ આફ્રિકા સિરિઝ 14 નવેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થશે, ગુવાહાટી 22 નવેમ્બરથી બીજી ટેસ્ટનું આયોજન કરશે.
ત્યારબાદ ભારત અને દક્ષિણ આફ્રિકા ડિસેમ્બર દરમિયાન ત્રણ મેચની ODI શ્રેણી અને પાંચ મેચની T20I શ્રેણી રમશે. આ પ્રવાસની અંતિમ મેચ અમદાવાદમાં રમાશે.

વિગતવાર સમયપત્રક
વનડે શ્રેણી

ODI મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે: રાંચીમાં 30 નવેમ્બરે પ્રથમ ODI રમાશે. રાયપુરમાં 3 ડિસેમ્બરે બીજી ODI રમાશે, જ્યારે વિઝાગમાં 6 ડિસેમ્બરે ત્રીજી ODI રમાશે.
T20I શ્રેણીની વિગતો - ટી20 શ્રેણીની શરૂઆત 9 ડિસેમ્બરે સાંજે 7:00 વાગ્યે કટકમાં પ્રથમ મેચ રમાશે. 11 ડિસેમ્બરે ન્યુ ચંદીગઢમાં બીજી ટી20 મેચ રમાશે.
14 ડિસેમ્બરે ધર્મશાલામાં ત્રીજી ટી20 મેચ રમાશે. 17 ડિસેમ્બરે લખનૌમાં ચોથી મેચ રમાશે અને 19 ડિસેમ્બરે અમદાવાદમાં પાંચમી ટી20 મેચ રમાશે.












Click it and Unblock the Notifications
