IND vs AUS : ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી ક્યારે? જાણો તમામ મેચની તારીખો અને સમય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 29 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સીરીઝનો પ્રારંભ થશે. આ શ્રેણી વનડે સીરીઝ બાદ યોજાઈ રહી છે. વન ડેમાં ભારતીય ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા T20 ફોર્મેટમાં બદલો લેવા તૈયાર છે.
તમામ T20 મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1:45 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 1:15 વાગ્યે થશે. અગાઉ વનડે શ્રેણીની મેચો સવારે 9:00 વાગ્યે રમાઈ હતી. આ શ્રેણી ક્રિકેટ ચાહકો માટે રોમાંચક બની રહેશે.

T20 શ્રેણીમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવ સંભાળશે. ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ટીમમાં પાછા ફરશે, જે ટીમ માટે મોટો ફાયદો છે. આ ઉપરાંત વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, સંજુ સેમસન અને વરુણ ચક્રવર્તી જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે.
નોંધનીય છે કે, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 શ્રેણીમાં પણ ઉપલબ્ધ રહેશે નહીં. તેમની ગેરહાજરી ટીમ માટે એક મોટો પડકાર બની રહેશે.
ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન વનડે શ્રેણીની જેમ T20 શ્રેણીમાં પણ મિચેલ માર્શ જ સંભાળશે. જો કે, કાંગારૂ ટીમે પ્રથમ બે T20 માટે અલગ ટીમની જાહેરાત કરી છે. જ્યારે ત્રીજી T20 માટે અલગ ટીમ અને ચોથી અને પાંચમી T20 માટે અલગ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન ટીમમાં જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનિસ અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ પણ મેદાન પર જોવા મળશે. આ ઉપરાંત, ટ્રેવિસ હેડ અને મેથ્યુ શોર્ટ પણ T20 ટીમનો ભાગ છે, જે ટીમને વધુ મજબૂત બનાવશે.
અહીં T20 શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ આપેલું છે, જેમાં મેચની તારીખ, સ્થળ અને ભારતીય સમયનો સમાવેશ થાય છે.
• પ્રથમ T20: 29 ઓક્ટોબર – કેનબેરા – બપોરે 1:45 વાગ્યે
• બીજી T20: 31 ઓક્ટોબર – મેલબોર્ન – બપોરે 1:45 વાગ્યે
• ત્રીજી T20: 2 નવેમ્બર – હોબાર્ટ – બપોરે 1:45 વાગ્યે
• ચોથી T20: 6 નવેમ્બર – ગોલ્ડ કોસ્ટ – બપોરે 1:45 વાગ્યે
• પાંચમી T20: 8 નવેમ્બર – ગાબા – બપોરે 1:45 વાગ્યે












Click it and Unblock the Notifications
