For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ટીમ ઈન્ડિયાની જીતમાં ચમક્યા હાર્દિક પંડ્યા, ઈંગ્લેન્ડને પહેલી ટી20માં 50 રનથી હરાવ્યુ

ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 50 રને હરાવી દીધુ હતુ.

|
Google Oneindia Gujarati News

સાઉથેમ્પ્ટનઃ ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 50 રને હરાવી દીધુ હતુ. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ સાઉથેમ્પટનના એજીસ બાઉલ મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે ઈંગ્લેન્ડને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.4 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

india

ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે માત્ર 33 રનમાં પ્રથમ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી હેરી બ્રુક્સ (28) અને મોઈન અલીએ (36) પાંચમી વિકેટ માટે 61 રન જોડીને ટીમને મેચમાં પરત લાવી દીધી હતી. યુઝવેન્દ્ર ચહલે ઇનિંગની 14મી ઓવરમાં બંનેની વિકેટ લઈને ટીમ ઈન્ડિયા માટે જોરદાર વાપસી કરી હતી.

ભારતના ખાતામાં હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેના સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ બે વિકેટ ઝડપી હતી. ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહે પણ 3.3 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી.

આ પહેલા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરતા 8 વિકેટે 198 રન બનાવ્યા હતા. કોરોનામાંથી સાજા થયા બાદ ટીમમાં પરત ફરતા કેપ્ટન રોહિત શર્માએ ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. તે 14 બોલમાં 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

રોહિત ઉપરાંત આયર્લેન્ડ વિરૂદ્ધ બીજી ટી20માં સદી ફટકારનાર દીપક હુડ્ડા પણ ઘણો આક્રમક દેખાઈ રહ્યો હતો અને 17 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે પણ 39 રનની સારી ઇનિંગ રમી હતી.

જો કે, ટીમ તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ કર્યા હતા. પંડ્યાએ 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને એક છગ્ગો લાગ્યો હતો. ટી20માં આ તેની પ્રથમ અર્ધસદી હતી. બેટથી ધમાલ મચાવ્યા બાદ હાર્દિકે બોલથી ધમાકો મચાવ્યો અને 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લીધી હતી. ભારતે 3 મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ શનિવાર, 9 જુલાઈએ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India beat England by 50 runs Hardik Pandya shines in 1st t20i
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X