બેંગલુરુ છેડતી મામલો: વિરાટ-અનુષ્કાએ વ્યક્ત કર્યો ગુસ્સો

Subscribe to Oneindia News

31 ડિસેમ્બરની રાતે નવા વર્ષની ઉજવણીની આડમાં જે રીતે જાહેરમાં રસ્તા પર મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી થઇ તેણે માનવતાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી અને કાયદો તેમજ વ્યવસ્થાની પણ પોલ ખૂલી ગઇ છે.

virat

આ મુદ્દે હવે ટીમ ઇંડિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અવાજ ઉઠાવ્યો છે. તેણે આ વિશે એક એક વીડિયો સંદેશ જારી કર્યો છે. કોહલીએ આ વિશે બે વીડિયો ટ્વીટ કર્યા છે જેમાં તેણે જનતાને અપીલ કરી છે કે આની સામે એકજૂટ થઇને લડાઇ લડો.

તમાશો જોનારાને પોતાને પુરુષ કહેવાનો હક નથી

કોહલીએ લોકોને કહ્યુ કે મહિલાઓના સમ્માન અને તેમના અધિકાર માટે દરેકે આગળ આવવુ જોઇએ. જે કંઇ થયુ તે ઘણુ નિંદનીય છે. બેંગલુરુમાં તે યુવતીઓ સાથે જે થયુ તે ખૂબ જ શરમજનક છે. તમાશો જોનારાઓને પોતાને પુરુષ કહેવાનો હક નથી.

બેંગલુરુ છેડતી મામલે અનુષ્કા પણ થઇ ગુસ્સે

કોહલીની જેમ તેની દોસ્ત અનુષ્કા શર્માએ પણ ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે. અનુષ્કાએ ટ્વીટર પર લખ્યુ કે મહિલાઓ સાથે ભીડવાળી જગ્યાએ પણ છેડતી કરવામાં આવે છે. રાહદારીઓ જોતા રહે છે અને કોઇ પણ મદદ માટે આગળ આવતુ નથી. ગંદા લોકો મહિલાઓના વસ્ત્રો પર કોમેંટ કરે છે અને કહે છે કે આનું કારણ મોડી રાતે ફરવાનુ છે. અનુષ્કાએ કહ્યુ કે આ ગંદા નિવેદનોને મહત્વ મળે છે કારણકે આવા લોકો સમાજમાં મોટા પદ પર બેઠા છે.

ઘણી યુવતીઓ અને મહિલાઓ સાથે છેડતી ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરની રાતે શહેરના જાણીતા વિસ્તારમાં ભીડનો લાભ ઉઠાવીને કેટલીયે યુવતીઓ અને મહિલાઓ સાથે છેડતી થઇ હતી, તેને ખોટી રીતે સ્પર્શ કરવામાં આવ્યો અને ગંદી કોમેંટ પણ કરવામાં આવી હતી. આ બધુ કેટલાક શહેરના એવા પૉશ વિસ્તારમાં બન્યુ જ્યાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે નવા વર્ષની ઉજવણીને કંટ્રોલ કરવા માટે 1500 પોલિસકર્મીઓ તૈનાત કરાયા હતા.

English summary
India Test captain Virat Kohli and Anushka Sharma have expressed their anguish at the mass molestation incident on New Year's eve in Bengaluru.
Please Wait while comments are loading...