ભારતે બેંગલુરુ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 75 રનથી પછાડ્યું

Written By:
Subscribe to Oneindia News

બેંગ્લોરમાં બીજી ટેસ્ટ માં ઓસ્ટ્રેલિયા પર ભારતે 75 રનથી વિજય મેળવ્યો છે. ભારતે બીજી ઇનિંગમાં 188 રન બનાવ્યા, મહેમાન ટીમના બધા ખેલાડીઓ 112 રનમાં આઉટ થયા હતા. ભારત તરફથી આ મેચમાં અશ્વિને 8 વિકેટ લીધી અને જાડેજાએ 7 વિકેટ ઝડપી હતી.

test match
  • આજની જીત સાથે ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની સિરીઝને 1-1 થી સમાન કરીને શ્રેણીમાં બરાબરી કરી લીધી છે.
  • ઓસ્ટ્રેલિયાને ચોથી ઇનિંગમાં મેચ જીતવા માટે 188 રનની જરૂર હતી.
  • અશ્વિન ની સ્પિન બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ટકી શક્યા નહોતા અને માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
  • એના પછી મહેમાન ટીમના શોન માર્શના 66 અને મેટ શૉના 60 રનના દમ પર પ્રથમ ઇનિંગમાં 276 રન બનાવીને કુલ 87 રનથી આગળ નીકળી ગયા હતા.
  • ભારતે પોતાની બીજી ઇનિંગમાં ચેતેશ્વર પુજારા (92) અને અજિંક્ય રહાણે(52) એ મળીને પાંચમી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય લોકેશ રાહુલના 51 રનના દમ પર ભારતે બીજી ઇનિંગમાં 274 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
  • રાહુલે પથમ ઇનિંગમાં પણ 90 રન બનાવ્યા હતા.
  • બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 24 રન હૈંડ્સકૉમ્બ એ બવાવ્યા.
  • ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી ન હતી.
  • પુજારા 92 રનમાં આઉટ થયા બાદ જે રીતે 8 રનમાં 4 વિકેટ પડી, તે જોતં ભારતના હાથમાંથી મેચ સરી જતી લાગી. પરંતુ અશ્વિનના પ્રદર્શનથી ભારતે મેચમાં જાણે વાપસી કરી. અને 75 રનથી મેચમાં જીત મેળવી.
  • આ સાથે જ અશ્વિને ભારતમાં સૌથી વધારે 200 વિકેટ પોતાના નામે કરી.
English summary
India vs Australia Bengaluru Test Day 4.
Please Wait while comments are loading...