Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિરાટ કોહલીની દીકરીને રેપની ધમકી આપનાર આરોપી હૈદરાબાદથી પકડાયો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની દીકરીનો બળાત્કાર કરવાની ઑનલાઈન ધમકી આપનાર આરોપી પકડાયો.

નવી દિલ્લીઃ યુએઈમાં રમાયેલ ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમે પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી જેમાં એકતરફી હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. વિશ્વકપના ઈતિહાસમાં એ પહેલી વાર બન્યુ જ્યારે પાકિસ્તાનની ટીમે ભારતને હરાવી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફેન્સની નારાજગીનો સિલસિલો શરૂ થઈ ગયો અને ટીમને ઘણી ટીકાઓ સહન કરવી પડી. જ્યાં હાર બાદ નારાજ ફેન્સે ટીમ સિલેક્શન અને કોહલીની કેપ્ટનશિપ વિશે સવાલ ઉઠાવ્યા ત્યાં બીજી તરફ અમુક લોકો એવા પણ હતા જેમણે ટીકાની સીમાઓ પાર કરીને ધમકીઓ આપવાનુ શરુ કરી દીધુ.

virat

આમાં અમુક ધમકીઓ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની 10 મહિનાની દીકરી વામિકા વિશે પણ હતી જેમાં હાર બાદ વિરાટ કોહલીની દીકરા માટે ખૂબ ખોટી વાતો કહીને રેપ સુધીની ધમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આવુ વાંધાજનક ટ્વિટ સામે આવ્યા બાદ દિલ્લીની એક એનસીડબ્લ્યુએ સાઈબર સેલમાં એફઆઈઆર નોંધાવીને આરોપી પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

હવે આ મામલે પહેલી ધરપકડ થઈ ચૂકી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર મુંબઈ પોલિસના સાઈબર સેલે હૈદરાબાદથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની દીકરીનો બળાત્કાર કરવાની ઑનલાઈન ધમકી આપી હતી. મંબઈ પોલિસે આ વ્યક્તિની ઓળખ રામનાગેશ અલબિથિની નામથી કરી છે. હૈદરાબાદના આ 23 વર્ષીય વ્યક્તિએ ટી20 વિશ્વકપની પહેલી મેચમાં પાકિસ્તાનના હાથે ભારતને મળેલી 10 વિકેટની હાર બાદ આ ધમકી આપી હતી ત્યારબાદ તેને ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X