Indian Cricket Team : બાર્બાડોસમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા ક્યારે દિલ્હી પહોંચશે? જાણો શું કહ્યું બીસીસીઆઈએ?
Indian Cricket Team : T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં તોફાનના કારણે ફસાઈ ગઈ છે. અહીં ભારે કારણે સ્પેશિયલ ફ્લાઈટ સતત ડીલે થઈ રહી છે.
ભારતીય ટીમ તોફાનને છેલ્લા કેટલાક દિવસોથી બાર્બાડોસમાં અટવાયેલી છે. ચક્રવાતી તોફાનના કારણે ટીમને બાર્બાડોસમાં જ રોકાવાની ફરજ પડી હતી.

29 જૂને ફાઇનલ રમાઈ તેના બીજા જ દિવસે તોફાનના કારણે બાર્બાડોસનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંની સ્થિતિ અસાધારણ છે. હવે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમ બીસીસીઆઈની વિશેષ ફ્લાઈટમાં દિલ્હી પહોંચશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાને લાવનારી BCCIની સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હીમાં ઉતરશે. આ ફ્લાઈટ ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે દિલ્હી પહોંચશે. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ટીમ ઈન્ડિયા બુધવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે પરંતુ આવું થઈ શક્યું નથી.
જણાવી દઈએ કે, બાર્બાડોસમાં તોફાન શમી ગયું છે અને તેના કારણે ભારતીય ટીમ વિશેષ ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ છે. બાર્બાડોસના વડાપ્રધાન મિયા એમોર મોટલીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા અને કહ્યું કે તેમણે કેટલાક સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તોફાનની અસર ઘણી ઓછી થઈ ગઈ છે અને ધીમે ધીમે ત્યાં વસ્તુઓ સામાન્ય થઈ રહી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા દ્વારા ટીમ ઈન્ડિયાની વાપસી અંગે સંકેત આપ્યા. બોર્ડે સોશિયલ મીડિયા પર વર્લ્ડ કપ ટ્રોફીની ટૂંકી ક્લિપ શેર કરી અને લખ્યું, એ ઘરે આવી રહી છે. ટીમ ઈન્ડિયાની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
