રદ થઈ શકે છે IPL 2020, આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આપી માહિતી

એવા સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલને રદ કરવામાં આવી શકે છે.

કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા વિશ્વમાં લગભગ બધી રમતો સ્થગિત કરી દેવામાં આવી છે અથવા તેને રદ કરી દેવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલને પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પહેલા આ ટુર્નામેન્ટ 29 માર્ચે શરૂ થવાની હતી પરંતુ હવે આઈપીએલ પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. એવા સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલને રદ કરવામાં આવી શકે છે.

ipl

આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આઈએનએસ સાથે વાતચીતમાં કહ્યુ કે આજે સાંજે 6 વાગે બધી ફ્રેન્ચાઈઝી અધિકારી કૉન્ફરન્સ કૉલ દ્વારા જોડાશે. જ્યાં આઈપીએલના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. અધિકારી, અમે આજે સાંજે કૉન્ફરન્સ કૉલ દ્વારા જોડાઈશુ અને આખી સ્થિતિની ચર્ચા કરીશુ. શાળા, કૉલેજો, મૉલ અને થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી જારી દિશા-નિર્દેશ બાદ જિમ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અમારે આઈપીએલની આ સિઝનને રદ કરવી પડી શકે છે.

અન્ય એક અધિકારીએ કહ્યુ કે અમે બીસીસીઆઈ સાથે સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો કે અમારા માટે સુરક્ષા સૌથી પહેલા છે અને અમે આ વિશે એક સાથે નિર્ણય લઈશુ. આ અધિકારીએ કહ્યુ કે જો સ્થિતિ સારી ન થઈ તો અમારી પાસે રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહિ રહે. અધિકારીએ કહ્યુ, જુઓ અમને લગભગ 15-20 કરોડનુ નુકશાન થશે જેમાં સેલેરી વગેરે પણ શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X