પહેલીવાર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર કરી બતાવ્યો આ કમાલ, બની ગયો નવો રેકોર્ડ
નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝનો આખરી મેચ જીતી પાંચ મેચની સીરિઝને 4-1થી જીતી લીધી છે. કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલ રોહિત શર્માએ પાંચમી વનડે મેચમાં ટોસ જીતી મુશ્કેલ હાલાતમાં બેટિંગ કરવાનો સાહસિક ફેસલો લીધો હતો. રોહિતનો આની પાછળનો તર્ક હતો કે તે વિશ્વકપ પહેલા ટીમને પડકારપૂર્ણ હાલાતમાં ટેસ્ટ કરવા માગે છે. કહેવું ખોટું નહિ હોય કે ભારતીય મધ્યક્રમે હેમિલ્ટનવાળી ભૂલને અહીં પૂનરાવર્તિત ન કરીને ભારતને વિશ્વકપ માટે ઉંચો આત્મવિશ્વાસ આપી દીધો છે. આ ભારતની કીવીલેન્ડમાં કોઈપણ ફોર્મેટમાં સૌથી મોટી જીત હતી.

કોહલી વિના મુશ્કેલ હાલાતમાં જીત મેળવી
વિરાટ કોહલી વિના વિષમ પરિસ્થિતિઓમાં મળેલ આ જીતે ટીમ ઈન્ડિયાના કેટલાય સવાલોના જવાબ પણ આપ્યા છે. સૌથી મોટો અને મહત્વનો સવાલ ટોપ ક્રમની સફળતા બાદ મધ્યક્રમની બેટિંગને લઈને હતો. આ મેચમાં ભારતનો શ્રેષ્ઠ ટોપ ઓર્ડર સતત બીજી વખત ફેલ થયો પરંતુ આ વખતે મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ બાજી સંભાળી લીધી અને ટીમની નૈયા પાર કરાવી દીધી. કોહલી વિના નંબર ત્રણ પર બેટિંગ કરવા ઉતરેલ શુભમન ગિલ ફરી એકવાર અસફળ રહ્યા. પરંતુ અંબાતી રાયડૂ અને વિજય શંકર વચ્ચેની ભાગીદારીએ ભારતને મેચમાં નાઝુક સ્થિતિમાંથી બહા કાઢ્યું અને રાયડૂએ કેદાર જાધવ સાથે ભાગીદારીમાં જબરદસ્ત સ્કોર બનાવ્યો.

કીવીલેન્ડમાં ભારતનું બેસ્ટ પરફોર્મન્સ
જ્યારે હાર્દક પાંડ્યાએ પણ ન્યૂઝીલેન્ડના બોલર્સને હંફાવી દીધા હતા. જે બાદ ભારતીય ટીમ ટાર્ગેટ સ્કોરની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ બાદમાં ભારતીય બોલર્સે 35 રન મુશ્કેલીથી બનાવીને ભારતીય ટીમને જીત અપાવી. આ સીરિઝ પહેલા કીવીલેન્ડમાં ભારતનું શ્રેષ્ઠ પરફોર્મન્સ 2009માં વનડે સીરિઝમાં જોવા મળ્યું જ્યારે 3-1થી ભારતની જીત થઈ હતી. ત્યારે ભારતે ધોનીની આગેવાનીમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

જીતે અપાવ્યો શાનદાર રેકોર્ડ
ન્યૂઝીલેન્ડમાં ભારતની આ બીજી વનડે સિરીઝ જીત પણ છે. આ સાથે જ કીવિઓને 4-1થી માત આપનાર ભારતીય ટીમ વિશ્વની આવી ત્રીજી ટીમ બની ગઈ છે જેમણે ન્યૂઝીલેન્ડની ધરતી પર દ્વિપક્ષીય વનડે સીરિઝમાં ચાર અથવા તેનાથી વધુ મેચમાં જીત હાંસલ કરી. ભારત પહેલા ઓસ્ટ્રેલિયા આ કારનામું 1999માં કરી ચૂક્યું છે ત્યારે 6 મેચની સિરીઝમાં કાંગારુઓએ કીવિઓને 4-1થી માત આપી હતી. જે બાદ વશ્રીલંકાએ પણ ન્યૂઝીલેન્ડને તેમની જ ધરતી પર 4-1થી માત આપી હતી.
આ પણ વાંચો-જાણો શું છે શારદા ચિટફંડ ગોટાળો જેના કારણે સીબીઆઈ સામે ભિડાયા મમતા
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો