Ind vs NZ:ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ જશ્નના મૂડમાં, રોહિત-વિરાટે સ્ટંપ વડ ડાંડીયા રમ્યા
ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને છ વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજી વખત ICC ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.ભારતના શાનદાર વિજયમાં કેપ્ટન રોહિત શર્માએ મોટો ફાળો આપ્યો. ફાઇનલ મેચમાં તેણે પોતાના બેટથી ચોગ્ગા અને છગ્ગા મારીને ધમાકેદાર રન ફટકાર્યા.
આ જીત બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ખૂબ ખુશ દેખાતા હતા. તેઓએ મેદાન પર દાંડિયા રમીને વિજયની ઉજવણી કરી. રોહિત-કોહલીના આ ડાન્સ વીડિયોને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
ફાઇનલ મેચની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 251 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

ભારતીય ક્રિકેટ ટીમ 2002 માં ત્રીજી વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, અને આ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હતી, જે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.
જોકે, વરસાદને કારણે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. આગળ, ભારતે 2003 ના ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 125 રનથી હારી ગયું.
Virat Kohli and Rohit Sharma with the stumps after the CT win. 🥺🇮🇳 pic.twitter.com/SRcm40Z7NW
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે ઈંગ્લેન્ડને હરાવીને બીજી ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. આ ભારત માટે એક યાદગાર જીત હતી અને ટીમ ઈન્ડિયા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ.
ભારતે હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે. ભારતીય ટીમે ગયા વર્ષે T-20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
