Indian Team Welcome : ભારતીય ટીમને આવકારવા મરીન ડ્રાઈવ પર લાખો લોકોનો જમાવડો, ટીમ પર રૂપિયાનો વરસાદ
Indian Team Welcome : બાર્બાડોસથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ આજે મુંબઈ પહોંચી. અહીં ટીમને આવકારવા માટે લાખો લોકોનો જમાવડો જોવા મળ્યો.
ટીમ ઈન્ડિયા વિજય પરેડ સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી અને ત્યાં BCCIએ ખેલાડીઓનું સન્માન કર્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોહલીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા.

રોહિત શર્માએ ટીમનું નેતૃત્વ કરવું એ સૌભાગ્યની વાત ગણાવી અને ચાહકોનો આભાર માન્યો. આ સિવાય તેણે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો. રોહિત શર્મા અને કોહલી ખુલ્લી બસમાં ટ્રોફી લઈને આગળ આવ્યા અને તેને લહેરાવી.
જ્યારે બંનેએ આવું કર્યું ત્યારે ચાહકોએ જોરથી બૂમાબૂમ કરી. ચાહકોએ રોહિત અને કોહલીના નામના નારા લગાવ્યા. સ્ટેડિયમમાં આવ્યા બાદ ત્યાંના ચાહકોએ પણ બંને માટે બૂમાબૂમ કરી. કોહલીએ તે તમામ ચાહકોનો આભાર માન્યો. તેમણે એમ પણ કહ્યું કે બહાર રસ્તાઓ પર જે બન્યું તે મેં પહેલા ક્યારેય જોયું નથી.
વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ડાન્સ કર્યો હતો. હાર્દિક પંડ્યાના હાથમાં ટ્રોફી હતી અને સ્ટેડિયમ ચાહકો ઝૂમતા જોવા મળ્યા.
અહીં 2011માં જીતેલી ફાઈનલની યાદો તાજી થઈ ગઈ. આ દરમિયાન બીસીસીઆઈના પ્રમુખ, ઉપાધ્યક્ષ અને ખજાનચીએ ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.












Click it and Unblock the Notifications
