ક્વીન ઓફ ક્રિકેટ સ્મૃતિ મધાના કોઇ સુપર વુમનથી ઓછી નથી, ઓસ્ટ્રેલિયા સામે વિજય રથ રોકીને ભારતે રચ્યો ઇતિહાસ
ઓસ્ટ્રેલિયા સામેની મુંબઇમાં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે દમદાર જીત મેળવી છે. સુપર ઓવરમાં સુધી પહોચેલી આ રોમાંચક મુકાબલો ભારતે પોતાને નામે કર્યો છે. પહેલી મેચ હાર્યા બાદ બીજી મેચમાં મેળવીને
ઓસ્ટ્રેલિયા સામેની મુંબઇમાં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે દમદાર જીત મેળવી છે. સુપર ઓવરમાં સુધી પહોચેલી આ રોમાંચક મુકાબલો ભારતે પોતાને નામે કર્યો છે. પહેલી મેચ હાર્યા બાદ બીજી મેચમાં મેળવીને ભારતે સીરીજમાં બરોબરી કરી લીધી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી સીરીજનો બીજો મુકાબલો યાદગાર રહેશે.

ભારતીય મહિલા ટીમની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાની સામે સુંદર રમતનું પ્રદર્શન કર્યુ હતુ. લક્ષ્યનો પીછો કરતા 49 બોલ પર 79 રન કરીને ભારતીય ટીમ જીતની નજીક પહોચી ગઇ હતી. આ સિવાય મંધાનાએ સુપર ઓવરમાં 3 બોલમાં નોટ આઉટ 13 રન બનાવ્યા હતા. સુપર ઓવરમાં ટીમ ઇન્ડીયાએ 4 રનથી જીત મેળવી હતી. તેમણે પહેલા બેટિંગ કરતા 20 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 16 રન જ કરી શકી હતી.












Click it and Unblock the Notifications
