Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી બની ચેમ્પિયન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને ચેમ્પિયન બની છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ઇમર્જિંગ એશિયા કપ 2023ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને હરાવી છે.

ટીમ ઇન્ડિયાએ આ મેચને 31 રનથી જીતીને ચેમ્પિયન બની છે. આ મેચમાં પહેલા બેટિંગ કરી ભારતીય ટીમે 7 વિકેટના નુકસાન પર 127 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 97 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી.

Asia Cup

આ મેચમાં ટોસ જીત્યા બાદ ભારતીય મહિલા ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. ઇનિંગ્સની શરૂઆત કરનાર કેપ્ટન શ્વેતા સેહરાવત અને ઉમા ચેત્રીની જોડીએ માત્ર 28 રન બનાવ્યા હતા, પરંતુ આ પછી કનિકા આહુજાના 30 રન અને વૃંદા દિનેશના 36 રનની મદદથી ટીમ 20 ઓવરમાં 127 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી સુલ્તાના ખાતૂન અને નાહિદા અખ્તરને 2-2 વિકેટ મળી હતી.

જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન માત્ર 3 બેટ્સમેન એવા હતા, જેઓ ડબલ ફિગર પાર કરી શક્યા હતા. ટીમ ઈન્ડિયાની જીતની હીરો શ્રેયંકા પાટીલ હતી. શ્રેયંકાએ 4 ઓવરના ક્વોટામાં માત્ર 13 રન આપીને 4 વિકેટ લીધી હતી. આવા સમયે મન્નત કશ્યપે પણ 3 અને કનિકા આહુજાએ 2 વિકેટ ઝડપી હતી.

Asia Cup

ઉલ્લેખનીય છે કે, સેમિફાઈનલમાં ભારતીય ટીમનો મુકાબલો શ્રીલંકા સામે થવાનો હતો. જોકે, વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી અને મહિલા ટીમ લીગ ટેબલમાં ટોચ પર રહીને ફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ સેમી ફાઇનલમાં પાકિસ્તાનને 6 રને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X