For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvsWI: વિંડીઝ સામે ભારતનો સામનો, જાણો કઈ ટીમનું પલડું ભારી

INDvsWI: વિંડીઝ સામે ભારતનો સામનો, જાણો કઈ ટીમનું પલડું ભારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલ આઈસીી વર્લ્ડ કપના 34મા મુકાબલામાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્ર થવા જઈ રહી છે. આજે ભારત પોતાની જીતનો સિલસિલો શરૂ રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે પણ સેમી ફાઈનલમાં જવા માટે કોઈપણ હાલાતમાં આ મેચ જીતવી પડશે. જો વિન્ડીઝ આ મેચ હારે છે તો તેમની સેમી ફાઈનલમાં જવાની ઉમ્મીદ પૂરી રીતે ખતમ થઈ જશે. વિંડીઝ 6 મેચમાં 3 અંકો સાથે આઠમા સ્થાને છે, જ્યારે ભારત પાંચ મેચમાં 9 અંકો સાથે ત્રીજા સ્થાન પર છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાન-એ-જંગ

વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાન-એ-જંગ

જો વર્લ્ડ કપ મુકાબલાના હિસાબે કોનું પલડું ભારે છે તે અંગે વાત કરવામાં આવે તો ભારત આગળ છે. બંને દેશો વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 8 વખત આમનો-સામનો થયો છે જેમાંથી ભારતે 5 વખત જ્યારે વિંડીઝે 3 વખત જીત નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતે 1983ના વર્લ્ડ કપમાં વિંડીઝને ફાઈનલમાં હરાવીને જ પોતાનું નામ બનાવ્યું હતું. ભારતીય ટીમે વર્લ્ડ કપના ઈતિહાસમાં વિંડીઝ વિરુદ્ધ પહેલી મેચ 9 જૂન 1979ના રોજ બર્મિંઘમમાં રમી હતી, જેમાં વિંડીઝે આસાનીથી ભારતને 9 વિકેટે હરાવી દીધું હતું.

જુઓ રેકોર્ડ્સ

જુઓ રેકોર્ડ્સ

જે બાદ 1983 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 3 મેચ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમ્યો જેમાં 2 મેચમાં ભારતને જીત મળી જ્યારે એક મેચ વેસ્ટ ઈંડિઝની ટીમ જીતવામાં સફળ રહી હતી. 1983ના ફાઈનલમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને હરાવીને ખિતાબ જીત્યો હતો. વનડેમાં બંને ટીમ વચ્ચે કુલ 126 મુકાબલા રમાયા છે જેમાંથી 50માં ભારત જ્યારે 62માં વેસ્ટ ઈન્ડિઝની જીત થઈ છે. કેપ્ટન કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા સારા ફોર્મમાં છે અને એવામાં ભારતીય બેટ્સમેનો અને વેસ્ટઈન્ડીઝના બોલર્સ વચ્ચે સારો સંઘર્ષ જોવા મળી શકે છે. યૂનિવર્સલ બૉસ ક્રિસ ગેલ પાસેથી હજુ પણ મોટી ઈનિંગનો ઈંતેજાર છે અને કોહલી ઉમ્મીદ કરી રહ્યા છે કે આજે રમાનાર મેચમાં ગેલને શાત રાખવામાં આવે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન ભારત

સંભવિત પ્લેઈંગ ઈલેવન ભારત

વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિજય શકંર, હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાદવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

સંભવિત પ્લેઈંગ ઈલેવન વેસ્ટ ઈન્ડિઝ

સંભવિત પ્લેઈંગ ઈલેવન વેસ્ટ ઈન્ડિઝ

જેસન હોલ્ડર, ક્રિસ ગેલ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, કાર્લોસ બ્રેથવેટ, શેલ્ડન કોટ્રેલ, ઓશેન થામસ, કેમાર રોચ, અશ્લે નર્સ, નિકોલસ પૂરણ, ડેરેન બ્રાવો.

ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી સામે સપા-કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, બોલ્યા- ભગવાકરણની કોશિશટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી સામે સપા-કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, બોલ્યા- ભગવાકરણની કોશિશ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
INDvsWI: crick battle between india and west indies, know which team is more stronger..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X